ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી,વાહન ચૌરી
કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમા ન જવું પડે અને ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા “ e-FIR “ ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામાં આવતી “ e-FIR “ અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓએ અમરેલી જિલ્લામા “ -FIR ” થી દાખલ
થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહનો મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે
જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે. પોલીસઇન્સપેક્ટર શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના મુજબ સદરહુ ગુન્હાની તપાસ હાથ ધરવામાં આવેલ હોય અને તા.૧૨/૦૪/૨૦૨૩ ના રોજ અમરેલી હનુમાનપા પાઠક સ્કુલ પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની અંગઝડતી કરતા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગત- (૧) અમરેલી સટી પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૭૩/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ મોબાઇલ ફોન વીવો કંપનીનો 1335 મોડેલ નો કી.રૂ.૧૫,૦૦૦/- ની મોબાઇલ ફોન આરોપી પાસેથી રીકવર કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) રાજુભાઇ બળદેવભાઇ અમરચોળી ઉ.વ.૨૬ ધધો.મજુરી રહે.અમરેલી,હનુમાનપરા ગુણાતીત નગર તા.જી.અમરેલી-
આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ.દિનેશભાઇ વિનુભાઇ તથા પો.કોન્સ.જગદીશભાઈ સાદુળભાઇ તથા ધવલભાઇ દિલીપભાઇ તથા રાજેન્દ્રભાઇ દકુભાઇ તથા અશોકસિંહ ઘેલાભાઇ તથા તથા ચિરાગભાઇ કાળુભાઇ તથા વનરાજભાઇ વલકુભાઇ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


