સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
વડોદરા ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નવાણસત્રમાં પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સ્વમુખે અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કથાનું રસપાન પ્રાપ્ત કરી અતિ ધન્યતા સભર પળોનાં સાક્ષી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા બન્યા હતા.
આ તકે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલે જણાવ્યું કે ભાગવત અતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે, કારણ કે એમાં વૈશ્વિક થી લઇ આધ્યાત્મિક જ્ઞાન સમાયેલું છે, આવા જ્ઞાનની પ્રાપ્તિ પરમ સંતોષની અનુભૂતિ આપે છે.
આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી સતિષભાઈ પટેલ, શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ સહ પ્રવક્તા ડો. ભરતભાઇ ડાંગર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ડો. હિતેન્દ્રભાઈ પટેલ, મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા સહિત હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં.


