Maharashtra

કોટન-ખાંડી વાયદામાં રૂ.360નો સુધારોઃ મેન્થા તેલમાં પણ વૃદ્ધિ

આંબેડકર જયંતિ નિમિત્તે શુક્રવારે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાઃ ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં સત્રમાં સોનાના
વાયદામાં રૂ.610 અને ચાંદીમાં રૂ.1,014નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.80 નરમઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.19,110 કરોડ
અને ઓપ્શન્સમાં રૂ. 70748.09 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.52 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ
ફ્યુચર્સમાં આંબેડકર જયંતિ નિમિત્તે જાહેર રજા હોવાથી પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનાં
કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 10,63,327 સોદાઓમાં
કુલ રૂ.89,910.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.19,110.35
કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 70,748.09 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,89,446 સોદાઓમાં રૂ.12,332.45 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.60,731ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,371 અને નીચામાં રૂ.60,693 ના મથાળે અથડાઈ, બંને
સત્રનાં અંતે રૂ.610 વધી રૂ.61,238ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.281
વધી રૂ.48,564 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.6,059ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.583 વધી રૂ.60,987ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.76,034ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.77,097 અને નીચામાં રૂ.75,841 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.1,014 વધી રૂ.76,927 ના
સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,026 વધી રૂ.76,777 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.1,036 વધી રૂ.76,777 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 17,903 સોદાઓમાં રૂ.2,103.36 કરોડના વેપાર થયા હતા.
તાંબુ એપ્રિલ વાયદો રૂ.781.50ના ભાવે ખૂલી, રૂ.5.75 વધી રૂ.788.25 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.3.15 વધી રૂ.208.25 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત એપ્રિલ
કોન્ટ્રેક્ટ રૂ.3.50 વધી રૂ.251ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1
કિલોદીઠ રૂ.3.10 વધી રૂ.208.40 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.182.85 જસત-મિની એપ્રિલ વાયદો
રૂ.3.40 વધી રૂ.251.10 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 1,32,300 સોદાઓમાં રૂ.4,646.07 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,797ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,830
અને નીચામાં રૂ.6,720 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.80 ઘટી રૂ.6,735 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની એપ્રિલ વાયદો રૂ.76 ઘટી રૂ.6,735 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.172ના ભાવે ખૂલી, રૂ.7.60 ઘટી રૂ.165.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 7.5 ઘટી 165.5 બંધ થયો
હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.28.47 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,000 અને
નીચામાં રૂ.62,600 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.360 વધી રૂ.62,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.70 વધી રૂ.997.10 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,064.85 કરોડનાં
8,302.559 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.7,267.60 કરોડનાં 947.801 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.2,113.37 કરોડનાં 31,17,870 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.2,532.70 કરોડનાં 14,79,84,000 એમએમબીટીયૂ નાં કામ થયાં
હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.325.89 કરોડનાં 15,691 ટન
સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.161.62 કરોડનાં 8,847 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,019.29 કરોડનાં
12,983 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.596.56 કરોડનાં 23,894 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.20.93 કરોડનાં 3,312 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.7.54 કરોડનાં 75.6
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,982.139 કિલો અને ચાંદીના
વિવિધ વાયદાઓમાં 959.149 ટન, તાંબાના વાયદાઓમાં 9,955.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-
મિનીમાં 16,992 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,662 ટન તથા જસત અને જસત-મિનીમાં 20,485 ટન, એનર્જી
સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 8,29,600 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-
મિની વાયદાઓમાં 7,37,64,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 17,136 ખાંડી અને
મેન્થા તેલ વાયદામાં 299.16 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.52.18 કરોડનાં 625 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 724 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,630
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,789 અને નીચામાં 16,595 બોલાઈ, 194 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 159 પોઈન્ટ વધી
16,751 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 70748.09 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 2109.58 કરોડ, ચાંદી
તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 1981.29 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના
ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 61656.82 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ
ઓપ્શન્સમાં રૂ. 5000.08 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *