Gujarat

ફાગવેલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ફાગવેલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો.મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂનો જથ્થો આવવાનો છે જે બાતમીના આધારે પોલીસ જવાનો અમદાવાદ ઈન્દોર હાઇવે ઉપર ફાગવેલ પાસે વોચ રાખીને ઉભા હતા.તે દરમિયાન બે ગાડી નીકળી હતી.પોલીસે ગાડીનો પીછો કરતા ગાડી ચાલકો કાંટાળા ખેતરનો લાભ લઈ ગાડી મૂકી નાસી છૂટા હતા.પોલીસે ગાડીમાં તપાસ કરતા તેની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 970 જેની કિંમત રૂપિયા 1,28,325 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે બે ગાડીઓ જેની કિંમત રૂપિયા 8 લાખ તથા વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 9,28,325 નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી કઠલાલ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સદર વિદેશી દારૂ ગુજરાત પાર્સિંગ ની ગાડીમાં લવાતો હતો અને રાજસ્થાન પાર્સિંગ ની ગાડી પાયલોટિંગ કરતી હતી.

IMG_20230414_201432.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *