કેશોદ કર્મશીલગ્રુપ દ્વારા અનોખી રીતે સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં સન્માનિત વ્યક્તિને તેમના કાર્યો માટે તેમના ઘરે જઈને સન્માનિત કરવામાં આવે છે.
જે કોઈ વ્યક્તિને સન્માન કરવાનું હોય છે તે વ્યક્તિ સંસ્થામાં અથવા તો સંસ્થાએ ગોઠવેલા કોઈ સ્થળે સન્માન કાર્યક્રમમાં બોલાવી અને તેનું સન્માન કરવું તેના કરતાં જે સન્માનિત વ્યક્તિ છે તેમને તેમના સ્થળ ઉપર જઈ તેમના ઘરે જઈ અને સન્માનિત કરવી આ એક પરંપરા હંમેશા કર્મશીલ ગ્રુપની રહી છે
આજરોજ કર્મશીલ ગ્રુપ દ્વારા આ જ રીતની પરંપરા મુજબ કેશોદમાં જેમની સેવાઓ નોંધનીય છે એવાં ડોક્ટર શાંતિલાલ ધનેશાનુ તેમના ઘરે જઈ સન્માનિત કરવામાં આવેલા હતા કર્મશીલ ગ્રુપ તેમજ જલારામ મંદિર લોહાણા મિત્ર મંડળ અને ભારત વિકાસ પરિષદ દ્વારા તેમનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી અને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવેલો હતો
નરેશ રાવલીયા કેશોદ


