Gujarat

રાણપુર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૬ એપ્રિલના રોજ બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાશે

 બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ રાણપુર મામલતદાર કચેરીના સભાખંડ ખાતે બોટાદ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને આગામી તા. ૨૬/૪/૨૦૨૩ બુધવારના રોજ સવારના ૧૧ કલાકે યોજાશે.રાણપુર તાલુકાના આ તાલુકા કક્ષાના જાહેર ફરિયાદ નિવારણ(સ્વાગત) કાર્યક્રમમાં રાણપુર તાલુકાના સમગ્ર નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો કે નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તફલીકો કે જેના સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહીતા તથા જનસંવેદના ધ્યાને લઇ તમામ પ્રશ્નો નિયમાનુસાર નિકાલ કરવામાં આવશે તેવું મામલતદાર રાણપુર દ્વારા જણાવવામાં આવ્યું છે…
રિપોર્ટરઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *