કેશોદ: કેશોદ શહેરમાં આજે સવારે હનુમાન જયંતી નાં દિવસે સારંગપુર કષ્ટભંજનદેવ હનુમાન મંદિર ખાતે થી કેન્દ્ર સરકાર નાં ગૃહમંત્રી અમીતભાઈ શાહ દ્વારા પ્રારંભ કરવામાં આવેલ સનાતન યાત્રાનું સ્વાગત જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લખનભાઈ કામરીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં અને જલારામ મંદિર નાં ટ્રસ્ટીઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. કેશોદ શહેરનાં મુખ્ય માર્ગો પર ફરીને આગળ જવા રવાના થશે. આગામી તારીખ નવમી સપ્ટેમ્બરે દિલ્હી ખાતે પહોંચી હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સારંગપુર કષ્ટભંજનદેવ હનુમાન મંદિર ખાતે થી શરૂ થયેલ યાત્રાનો ઉદેશ્ય સનાતન ધર્મ નો પ્રચાર પ્રસાર કરી હિન્દુ રાષ્ટ્ર માટે જાગૃતિ લાવવા આઠેક રાજ્યમાં પસાર થઈ સપ્ટેમ્બર મહિનામાં દિલ્હી ખાતે પહોંચી જશે અને ત્યાં યોજાનાર હનુમાન કથામાં પધારવા સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રિપોર્ટર દિનેશ કાનાબાર કેશોદ
નરેશ રાવલીયા કેશોદ


