Gujarat

માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી                

સંગઠન સર્વોપરીની ઉદ્દાત ભાવના સાથે સુરત જિલ્લાનાં માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ હોદ્દેદારોની પરસ્પરનાં યોગ્ય સંકલન અને વિશ્વાસ થકી સતત ચોથી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે મરુવ્રત ચૌધરી, મહામંત્રી તરીકે રાયસીંગ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ ભૂપેશ ચૌધરી, કાર્યવાહક પ્રમુખ તરીકે નટુભાઈ ચૌધરી, નાણાંમંત્રી તરીકે કીર્તિપાલસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે જયંતિ ગામીત, કમલેશ ચૌધરી, નિતિન ચૌધરી તથા વૈશાલી ચૌધરી જ્યારે સહમંત્રી તરીકે દેવાંગ ચૌધરી તથા પ્રકાશ ચૌધરીની સર્વાનુમતે બિનહરીફ વરણી થવા પામી છે.
               તમામ હોદ્દેદારોને તેમની બિનહરીફ વરણી થવા બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તેમજ જિલ્લા તથા તાલુકા ઘટક સંઘનાં હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230409-WA01082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *