Gujarat

આજના દિવસે હર્ષથી આંખો અને હ્રદય છલકાઈ જાય છે                                    -ટૂરીસ્ટ ગાઈડ  શ્રી ભાવેશ લખલાણી  

ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સદી પુરાણા સંબંધોને પુન: જીવંત કરતો સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેના જ ભાગરૂપે આજે આપણાં સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો આજે દેવળીય સફારી પાર્ક ખાતે સિંહ સહિતના વન્યપ્રાણીઓના દર્શન કર્યાં હતા. સાથે જ ગિરના પ્રાકૃતિક સૌંદર્યને પણ મનભરીને માણ્યું હતું. આ તકે તેમણે પ્રતિભાવો આપતા પોતના પૂર્વજોની વતન સાથે પુન: જોડણ માટેનો રાજીપો પ્રગટ કર્યો હતો. સાથે જ એશિયાટિક લાયનને રૂબરૂ જોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.  આ સાથે ટૂરિસ્ટ ગાઈડ દ્વારા પણ હમવતનીઓને આવકારવા માટેનો ભાવ પ્રગટ કર્યો હતો.

bhavesh-lakhlani-tourist-guide.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *