વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના આશીર્વાદથી રજવાડી બન્ના ગ્રુપ ના આયોજનથી સમસ્ત ક્ષત્રિય સમાજ કઠલાલ તરફથી શસ્ત્ર પૂજન નું કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે દરેક ક્ષત્રિય યુવાનો પરંપરા મુજબ તલવાર અને સફેદ વસ્ત્રો પહેરીને પધાર્યા હતા તેમજ વૈદિક શાસ્ત્ર પ્રમાણે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે કઠલાલ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીસી રાઓલ,કટારા સાહેબ,કિરણ ડાભી,અલ્પેશ ઝાલા,ચંદ્રસિંહ,ભગાભાઈ તેમજ કઠલાલ નગરના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ તડ ઉપરાંત કઠલાલ તાલુકાના જુદા જુદા ગામોમાંથી પધારેલા યુવા ક્ષત્રિય મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું તેમજ તલવાર ની સાથે સાથે પેન ની પણ પૂજા કરવા સમજાવ્યું હતું કારણકે હાલના તબક્કે આ સમાજને તલવાર કરતા પેનની વધારે જરૂર છે કેમ કે શસ્ત્ર સાથે શાસ્ત્ર હશે તો જ સમાજ આગળ આવશે આમ યુવાનોને હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોતાના સમાજ માટે કંઈક કરવા માટે દરેકે આગળ આવવું પડશે આમ વડીલો દ્વારા સુંદર ઉદાહરણ આપી યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દશેરાના દિવસે સોમનાથ મંદિરના પટાંગણમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય એકત્રિત થઈ દાદાની જય બોલાવી સૌનું કલ્યાણ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
Attachments area

