Gujarat

સુરતમાં માનહાની કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે અંગે કરેલી અરજી ફગાવી, ૨ વર્ષની સજા યથાવત રહેશે

સુરત
રાહુલ ગાંધી માટે મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સ્ટે અરજી રદ કરી છે. રાહુલ ગાંધીએ માનહાની કેસમાં સજા પર સ્ટે અંગે કરેલી અરજી પર સુરત કોર્ટમાં આજે ચુકાદો આપ્યો છે. રાહુલ ગાંધીએ સજા અને દોષિત ઠેરવવા પર સ્ટેની માગ કરી હતી. સજા પર સ્ટેની માગ કરતી અરજી કોર્ટે ફગાવી છે. કોર્ટે અરજી ફગાવતાં રાહુલ ગાંધીનું સાંસદસભ્ય પદ રદ થયેલું રહી શકે છે. જે બાદ હવે રાહુલ ગાંધીના વકીલ હાઈકોર્ટમાં અરજી કરશે. અગાઉ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા કરી હતી. માનહાની કેસમાં રાહુલ ગાંધીને ૨ વર્ષની સજા કરી હતી. સજા બાદ રાહુલ ગાંધીનું સાંસદસભ્ય પદ રદ થયું હતું. રાહુલ ગાંધીએ માનહાની કેસમાં સજા પર સ્ટે અંગે કરેલી અરજી પર સુરત કોર્ટમાં આજે ચુકાદો આપ્યો છે અને અરજી ફગાવી દીધી છે. ૧૩ એપ્રિલે બંને પક્ષની દલીલો બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જાે સેશન્સ કોર્ટે દોષિત ઠેરવતા ચુકાદા પર સ્ટે આપ્યો હોત તો રાહુલ ગાંધીને સાંસદ પદ પરત મળી શક્યો હોત, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, માનહાની કેસ મામલે રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ આ ચુકાદાને રાહુલ ગાંધીએ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે અંગેની વધુ સુનાવણી આજે હાથ ધરાવામાં આવી હતી. જાેકે, આ પહેલા ફરિયાદી પક્ષે એટલે કે પૂર્ણેશ મોદીએ કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે, સાંસદ કે ધારાસભ્યો ગુનો કરે તો તેઓને અટકાવવા જરૂરી છે. એટલું જ નહીં, અંગત જીવનમાં કોઈ પ્રહાર કરે તો તેને ગંભીરતાથી લેવું જાેઈએ અને કાર્યવાહી થવી જાેઇએ.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *