Gujarat

લીલીયા મોટા નીલકંઠ સરોવરની મુલાકાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

લીલીયા મોટાની ખારી નદીમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત નીલકંઠ સરોવર ઊંડું ઉતારવાની કામગીરી જલધારા કમિટી દ્વારા ચાલી રહી છે તે નિહાળવા સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિતના આગેવાનો આવી પહોંચ્યા હતા રાજ્ય સરકાર અને જલધારા કમિટી દ્વારા ચાલતી જળસંચીની કામગીરી નિહાળી સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જલધારા કમિટીના સભ્યોની કામગીરી બિરદાવી શુભેચ્છા પાઠવી હતી આ તકે રાજ્ય સરકાર મારફત આ સરોવરમાં ચાલતી કામગીરી વધુ વેગવંતી બને તેવી સ્થાનિક જવાબદાર તંત્રને સુચનાઓ આપી હતી આ તકે અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા ભનુભાઈ ડાભી બાબુભાઈ ધામત કેપ્ટન ધામત ઘનશ્યામ મેઘાણી ઈમરાન પઠાણ જીગ્નેશ ઝીંઝવાડીયા પ્રકાશ રાઠોડ સહિતના જલધારા કમિટીના બી સી ધામત ગોરધનભાઈ ભાલાળા રમેશભાઈ ભાલાળા સહિતના સદસ્યો હાજર રહ્યા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230423-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *