Gujarat

મહુધા તાલુકાના સણાલી ખાતે પાંચમો સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું

તસ્વીર અહેવાલ: નિસાર શેખ,મહુધા
પધારેલ આમંત્રિત મહેમાનો અને ધારાસભ્યો નું ફૂલહાર પહેરાવી તેમજ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું
L.C.C.B ગૃપ, સણાલી (લહેરીપુરા) તથા ત્રી શક્તિ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સણાલી દ્ધારા આયોજિત ક્ષત્રિય સમાજના ભવ્યાતિભવ્ય પાંચમા સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે ડાકોર થી પૂજ્ય નિરાંત આચાર્ય કિરણ રામ મહારાજ, ચણેલ આશ્રમ નાં મહંતશ્રી સદગુરૂ શંકરરામ મહારાજ, પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ , મહુધા મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, કઠલાલ કપડવંજ નાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, જિલ્લા કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ સોઢા, ભારતસિંહ પરમાર, મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ, મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસીંગભાઈ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં 25 નવ યુગલો એ પ્રભુતાના પગલા પડ્યા હતા સાથોસાથ નવ યુગલોને આશીર્વાદ પણ આપ્યા હતા.

IMG-20230423-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *