જામનગર રોજગાર કચેરી દ્વારા ગુજરાત ગૌરવ દિન ઉજવણી અન્વયે તા.28 અપ્રિલના રોજ
“રોજગાર દિવસ” નિમિતે બપોરે ૦૩:૦૦ કલાકે રોજગાર કચેરી ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઔદ્યોગિક રોજગાર
ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતા ઉપસ્થિત રહેશે. નોકરીદાતા દ્વારા સ્થળ પર જ ઉમેદવારોના
ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર રોજગાર વાચ્છું ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવના
પ્રમાણપત્રોની તેમજ પોતાના જરૂરી અન્ય પ્રમાણપત્રોની નકલો સાથે ઉપસ્થીત રહેવા તેમજ વધુ માહિતી માટે
૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક રોજગારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
