Gujarat

બોડેલીના જબુગામ ખાતે મારુતિ વાન અને ખેતરમાં અચાનક આગ લાગતા દોડધામ

બોડેલી તાલુકાના જબુગામ ખાતે ગોદુ ફળીયામા ઘર આંગણે રીવસૅ કરતા મારુતિ વાનમાં શોટૅ સર્કીટના કારણે આગ લાગતાં વાન બળીને ખાક થઈ ગઈ હતી જ્યારે બીજા બનાવમાં ગામની નજીકના ખેતરમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો જોકે બંને બનાવમાં કોઈ જાનહાની થવા પામી નહોતી      પ્રાપ્ત માહિતી મુજબ જબુગામના રજપૂત ફળિયામાં રહેતા હાર્દિક છત્રસિંહ રાઠવાને ત્યાં મહેમાન તરીકે છોટાઉદેપુરથી આવેલા નિલેશભાઈ રાઠવા પોતાની મારુતિ વાન કારને રાતના નવ વાગ્યાના સુમારે રીવસૅ કરતા શોટૅ સર્કીટના કારણે અચાનક વાનમાં આગ લાગી હતી સદનસીબે ગાડી ઉભી રાખી નિલેશભાઈ નીચે ઉતરી ગયા હતા ગાડીમાં ભયાનક આગ  લાગતાં નાસભાગના દ્શ્યો સજૉવા સાથે જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા જોકે ગાડીની આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આગ કાબુમા આવી ન હતી ગાડીમાં સીએનજી કીટ હતી મારુતિ વાન સળગવાની ધટનામા બોડેલી એપીએમસીના ફાયર ફાઈટરને બોલાવવામા આવ્યું હતુ જોકે તાત્કાલિક બોડેલી ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા તુરંત ધટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો ત્યાં સુધીમાં વાન બળીને ખાક થઈ ગઈ હતી.બીજા બનાવમાં વિધિની વક્રતા એજ રાતના ૯.૩૦ કલાકે જબુગામના સંજયસિંહ ભદ્રસિંહ દેશાઈના ખેતરના શેઢા પરના વાંસના બંબુઓ બળી ગયા હતા જોકે વાનમાં લાગેલ આગને બુઝાવવા આવેલ બોડેલી એપીએમસીના ફાયર ફાઈટરને બોલાવી પાણી છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230425-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *