જુનાગઢ જિલ્લા માંગરોળમા માતાજીઓના અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જેમા રાજાશાહી વખત નુ ભવાની મંદિર, મહાલક્ષ્મી મંદિર,વાઘેશ્વરી મંદિર, મહાકાળી મંદિર,માત્રી માંતાજી મંદિર સહિત મંદિરોના પટાંગણ મા અનેક વર્ષોથી પ્રાચીન અર્વાચીન ગરબી નુ આયોજન કરવામાં આવેછે ત્યારે આ વર્ષે પણ પરંપરાગત માતાજીના પ્રાચીન ગરબા ની શરૂઆત સરકારશ્રી ની ગાઇડ લાઇન પ્રમાણે કરવામા આવી તેમા દરરોજ માતાજી ની આરતી તેમજ ગાયકો ના મધુર સ્વર અને સંગીત ના તાલે ગાઈને બાળાઓ બહેનો અને ખેલૈયાઓ ગરબા રમી નવલાનોરતા ની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામા આવી.ગરબી મંડળ ના આયોજકો દ્વારા દાતાઓ ના સહયોગ થી તમામ બાળકોને નવરાત્રી દરમિયાન દરરોજ નાસ્તો તેમજ દશેરા ના દિવસે લાણીરુપે ભેટ પણ આપવામા આવી
કોરોના સંક્રમણ ના કારણે બે વર્ષ થી નવરાત્રીમા જાહેર ગરબી બંધ રાખી માતાજી ની સાદગી થી આરાધના કરવામા આવી હતી ત્યારે આ વર્ષે સરકારશ્રી દ્વારા મંદિરો તેમજ શેરી ગરબા કરવા થોડીક છૂટછાટ બાદ મંદિરો સહીત અન્ય વિસ્તારો જેમા ગાયત્રી નગર,પોલીસ લાઈન,કુંભાર વાડા, વાલ્મીકિ વાસ સહીત અન્ય વિસ્તારોમા તેમજ પોતાની સમાજ સાથે જ્ઞાતિ ની વાડીઓ મા પણ ગરબા નુ આયોજન કરી નવલાનોરતા ની ખુબજ ઉત્સાહભેર આરાધના સાથે શાંતિ પૂણૅ ઉજવણી કરવા મા આવી. ત્યારે માંગરોળ પોલીસ તંત્ર દ્વારા પણ સરાહનીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.


