Gujarat

બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં આશરે 90લાખ રૂપિયાના ખર્ચે બનેલા  23 બેડ ના નવા વોર્ડનું ઉદ્ઘાટન

ધારાસભ્ય અભેસિંહ તડવીએ કર્યું હતું. તે પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી, ટ્રસ્ટીઓ, તબીબો, સ્ટાફ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
  નોંધવું રહ્યું, કે 1935 માં સ્થાપના પામેલી હોસ્પિટલ બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લા ની પ્રજા માટે આશીર્વાદ રૂપ બની છે. મુખ્ય ભાગ ની આજુબાજુ અત્યાધુનિક બિલ્ડિંગ ઉભુ કરી નવા મશીનો સાથે તમામ વિભાગો શરૂ કરાયા છે ત્યારે 88 વર્ષ જૂના હોસ્પિટલ ના મધ્ય ભાગ છત પર 23 બેડ  નો નવો આધુનિક વોર્ડ ઊભો કરાયો છે.
  ધારાસભ્ય અભેસિંહ તડવી એ પ્રસંગે કહ્યું કે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ માં ગરીબ અને માધ્યમ વર્ગ ના દર્દીઓ ને ઉત્તમ સારવાર રાહતદરે મળી રહી છે. જિલ્લા ના મુખ્ય કેન્દ્ર બોડેલી માં તબીબી સેવાઓ વધી રહી છે, તે આનંદ ની વાત છે. જિલ્લા માં મેડિકલ કોલેજ લાવ્યા તે અતિ આનંદ ની વાત ગણાવી હતી. પ્રમુખ કંચન ભાઈ પટેલે કહ્યું, કે રૂપિયા 90 લાખ ના ખર્ચે બનેલા વોર્ડ માટે નાના અમાદરા ના હાલ યુ એસ એ રહેતા રમણભાઈ પટેલ પરિવાર દ્વારા રૂપિયા 11લાખ નુ અનુદાન મળ્યું તે બદલ રમણભાઈ નુ   સન્માન કરતા આનંદ  અનુભવી એ છે.  ઢોકલિયા હોસ્પિટલ માં રોજ 200 થી વધુ દર્દીઓ નિદાન સારવાર માટે આવે છે અને સુવિધા ના ભાગરૂપે નવો વોર્ડ શરૂ કરાયો છે. બોડેલી માં નવી હોસ્પિટલો ઊભી થઈ ત્યાં મોટેભાગે આ હોસ્પિટલ માં પ્રેક્ટિસ કરી ને તબીબો એ ઊભી કરી છે. સમય મુજબ હોસ્પિટલ માં નવા વિભાગો શરૂ કર્યા છે.
   જિલ્લા આરોગ્ય અધિકારી સી. બી. ચોબીસાએ હોસ્પિટલ ની દર્દીઓને મળતી સુવિધા ના વખાણ કરી કહ્યું, કે કેટલીક ખામીઓ હતી તે દૂર કરી તે ખુશી ની વાત છે અને હોસ્પિટલ માં આયુષ્યમાન યોજના પુનઃ શરૂ કરી દેવામાં આવી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230427192503.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *