• વિના મૂલ્યે ડાયાલીસીસ
• સીનીયર સીટીઝન મેમ્બરશીપ કલબ
• મેડીકલ કેમ્પ / સ્પેશ્યાલીટી કેમ્પનું આયોજન
ડો. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન, બકેરી મેડિકલ રીસર્ચ સેન્ટરે,
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરેલ. આ દિને બોર્ડ ઓફ મેનેજમેન્ટે કિડની
ડાયાલીસીસના દર્દીઓ માટે ખાસ હવેથી વિના મૂલ્યે ડાયાલીસીસ કરવામાં આવશે
કે જેથી દર્દીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં. ઉપરાંત સીનીયર
સીટીઝન મેમ્બરશીપ કલબનો પણ સમાવેશ કરેલ છે. જેમાં રૂ. ૨૦૦ ના ટોકનથી
સીનીયર સીટીઝનને વર્ષ દરમ્યાન મેડિકલ સર્વીસીસ અને ટ્રીટમેન્ટમાં લાભ મેળવી
શકાશે. ઉપરાંત જનરલ સર્જરી, ગાયનેકોલોજી,નેફ્રોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી અને
પીડીયાટ્રીક કેમ્પ રાખેલ છે. જેમાં ૧૦% થી ૩૦% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકશે.
આ પ્રસંગે દેવાસ મુકામનાં શ્રી નારાયણકુટી સંન્યાસ આશ્રમના પીઠાધીશ્વર
શક્તિપાતાચાર્ય શ્રી શ્રી ૧૦૦૮ સ્વામી સુરેશાનંદ તીર્થશ્રી મહારાજે હોસ્પિટલની
મુલાકાત લીધેલ અને દર્દીઓને આર્શીવચન આપેલ.


