Gujarat

વંથલી વિસ્તારમાં વધુ એકવાર ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો….

ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ…..
કેરી,ચીકુ,રાવણા સહિતના બાગાયતી પાકોમાં વ્યાપક નુકશાન..
જૂનાગઢના વંથલી પંથકમાં ગઈકાલે ભારે પવન સાથે બપોર બાદ કમોસમી વરસાદ ખાબક્તા પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે.છેલ્લા 1 મહિનામાં ચોથી વખત માવઠાના મારથી કેરી ચીકુ રાવણા સહિતના બાગાયતી પાકો માં ભારે નુકશાન જોવા મળી રહ્યું છે.ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ અને ભારે પવન રહેતા બચેલો પણ કેરી,ચીકુ, રાવણાનો પાક નિષ્ફળ જવાની ખેડૂતો ને હાલ તો ચિંતા સતાવી રહી છે.વધુમાં સરકાર દ્વારા તાત્કાલિક નુકશાનીનો સર્વે કરાવી વળતર ચુકવે તેવી વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230502_180032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *