નવીદિલ્હી
ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેક્ટરમાં સુધારા માટે દૂરદર્શી માળખાકીય ફેરફારોની તૈયારી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિની સમીક્ષા કરતા, ડૉ. ભારતી પ્રવિણ પવાર, એમઓએસ (આરોગ્ય)ની હાજરીમાં આ અંગેના નિર્દેશો આપ્યા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “મન કી બાત” કાર્યક્રમના ૯૯મા એપિસોડમાં દેશવાસીઓને અંગદાનના ઉમદા હેતુ માટે આગળ આવવા આહવાન કર્યું હતું. આનાથી દેશમાં અંગદાનને નવી ગતિ મળી છે. દેશમાં કુલ અંગ પ્રત્યારોપણની સંખ્યા વર્ષ ૨૦૧૩માં ૫૦૦૦ કરતાં ઓછી હતી તે વર્ષ ૨૦૨૨માં વધીને ૧૫૦૦૦થી વધુ થઈ ગઈ છે. હવે, અંગ અને પેશીઓના નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય (ર્દ્ગં્્ર્ં), પ્રાદેશિક (ઇર્ં્્ર્ં) અને રાજ્ય સ્તર (ર્જીં્્ર્ં) પર ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાઓના વધુ સારા સંકલનને કારણે મૃત દાતા દીઠ વધુ અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દા.ત. વર્ષ ૨૦૧૬માં ૯૩૦ મૃત દાતાઓમાંથી ૨૨૬૫ અંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે વર્ષ ૨૦૨૨માં ૯૦૪ મૃત દાતાઓમાંથી ૨૭૬૫ અંગોનો ઉપયોગ થઈ શક્યો હતો. ર્દ્ગં્્ર્ં હોસ્પિટલોમાં અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામના અમલીકરણ માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા તરીકે ટ્રાન્સપ્લાન્ટ મેન્યુઅલ પર કામ કરી રહ્યું છે અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સની તાલીમ માટેના માનક કોર્સ પર પણ કામ કરી રહ્યું છે. આ બંને દસ્તાવેજાે ટૂંક સમયમાં પૂર્ણ કરીને બહાર પાડવામાં આવશે. પ્રોગ્રામના વધુ સારી રીતે અમલીકરણ માટે ર્દ્ગં્્ર્ં માં સંકલન, ૈંઈઝ્ર, તાલીમ અને ૐઇ/એકાઉન્ટ માટે ચાર વર્ટીકલ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ, જેઓ જાહેર હિતમાં વિશેષ કલ્યાણના પગલા તરીકે અન્ય માનવીને અંગ દાન કરે છે તેને સરકાર દ્વારા ૪૨ દિવસ સુધીની વિશેષ કેઝ્યુઅલ રજાઓ મંજૂર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દેશમાં અંગોના દાન અને પ્રત્યારોપણને વધારવા માટે વધુ નીતિગત સુધારાઓ માટે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવાને પણ અપનાવી રહ્યું છે.


