Gujarat

જામનગર જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીની નિમણુંક કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી.

જામનગર જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીની નિમણુંક કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી

જામનગર તા. 05 મે,* રાજ્ય સરકારશ્રીના મહેસુલ વિભાગના તા. 06/03/2012 ના ઠરાવ મુજબ જામનગર જિલ્લા કલેકટરશ્રીની કચેરી ખાતે 11 માસની મુદત માટે કરાર આધારિત કાયદા અધિકારીની 01 જગ્યા માટે નિમણુંક કરવાની થાય છે. ઉપરોક્ત જગ્યા પર નિમણુંક કરવા માટે પરિશિષ્ટ- 3 મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહે છે. જે અંગે, ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ ના હોવી જોઈએ. ઉમેદવાર વકીલ તરીકેનો 5 વર્ષથી વધુનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.

ઉમેદવારે પોતાની અરજી સાથે સામેલ આ નમુનામાં પોતાના લેટરપેડ પર અથવ કોરા કાગળ પર ભરીને જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની નકલો, નિયત નમુનાનું ડેક્લેરેશન ફોર્મ, પરિશિષ્ટ- 1 થી 3 અને બાંહેધરી પત્રક સાથે આગામી તા. 31/05/2023 સુધીમાં જિલ્લા સેવા સદન, શરુ સેક્શન રોડ, કલેકટર કચેરી, મેજિસ્ટ્રેરિયલ શાખા, રૂમ નં, 110, પહેલો માળ ખાતે કચેરી સમય સાંજના 06:10 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે.

નિમણુંક મેળવનાર ઉમેદવારને સેવાની અન્ય બોલીઓ અને શરતો પરિશિષ્ટ- 1 મુજબ લાગુ પડશે. તેમજ તેમણે બજાવવાની રહેતી સામાન્ય ફરજો અને જવાબદારીઓની વિગતો પરિશિષ્ટ- 2 મુજબ લાગુ પડશે. આ અંગે સરકારશ્રીના વખતો- વખતના હુકમોનું પણ પાલન કરવાનું રહેશે.

અત્રે, અધૂરી વિગતો, સંદિગ્ધ અરજીઓ તેમજ સુનિશ્ચિત સમય મર્યાદા વિત્યા પછીની મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે સ્વ- ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. તેમ જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ શ્રી બી. એ. શાહ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *