સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના હાર્દ સમા મહુવા રોડ પર અંદાજિત ૫૦૦ ઉપરાંત દુકાનો આવેલી છે. આ વિસ્તારમાં જાહેર મુતરડી ન હોવાથી લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ખાસકરીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચીજવસ્તુઓનુ હટાણું કરવા માટે અહીં અનેક સ્ત્રી પુરૂષો આવે છે. આ વિસ્તારમાં જાહેર શૌચાલય ન હોવાથી લોકોને નાછૂટકે જાહેરમાં લઘુશંકા કરવા મજબૂર થવું પડે છે. અહીં જનતાબાગ બાજુમાં નગરપાલિકાની વિશાળ જગ્યા પડી છે તો આ જગ્યાનો સદુપયોગ કરીને ત્યાં જાહેર શૌચાલય બનાવવા માટે માંગ કરતી મહુવા રોડ વિસ્તારના દુકાનદારોએ સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને લેખિત રજૂઆત કરી છે જેની નકલ રવાના આ વિસ્તારના ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી, સાવરકુંડલા મામલતદાર શ્રી તથા પ્રાંત અધિકારીશ્રીને નકલ રવાના કરીને યોગ્ય કરવા રજૂઆત કરી છે.


