ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નિર્દેશ મુજબ પંદર દિવસીય ૮૦ ડીલરો માટે સર્ટીફિકેટ કોર્ષ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચોવીસમી બેચનો આરંભ કરાયો હતો.
આ પ્રસંગે કુલપતિશ્રી, ડો. વી.પી. ચોવટીયાએ જણાવ્યુ હતુ કે, આ યુનિવર્સીટી ખેડૂત અને વિદ્યાર્થી માટેની છે.મને વિશ્વાસ છે કે, આ કોર્ષ દ્વરા જે જ્ઞાન પ્રાપ્ત થશે તેનો ઉપયોગ ખેડૂતોના ખેતર સુધી પહોચાડવાના પ્રયત્નો કરશો. ખેડૂતો તમારા કહ્યા પ્રમાણે ૮૦ ટકા ખેતી કરેછે અને ખેડૂત સધ્ધર થશે તો જ તમે સધર થશો સાથે સાથે રાષ્ટ્ર પણ સધ્ધર થશે.ગ્લોબલ વોર્મિંગનાં કારણે હાલ જેવા વાતાવરણ ઉભું થયું છે તેવી સ્થિતિમાં યુનિવર્સીટી દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવે છે.યુનિવર્સીટીમાં ચાલતી વિસ્તરણ, શિક્ષણતેમજ સંશોધનની ચાલતી પ્રવૃતિઓની જાણકારી JAU IKRUSHI SANHITA એપ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી મેળવી શકશો.
ડો.એચ.એમ.ગાજીપરા,વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી એ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યુ કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હંમેશા સૌરાષ્ટ્રના ખેડૂતોના કૃષિ વિષયક જ્ઞાનમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. હાલ વધુ પડતા રાસાયણિક ખાતરોના કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે ત્યારે આવા સમયે આ કોર્ષ મહત્વનો પુરવાર થશે.
આ પ્રસંગે ડો. જી.આર.ગોહિલે જણાવ્યું કે તમે ખેડૂતો સુધી નવી ટેકનોલોજી પંહોચાડવા માટે ના વાહક છો. અને આ ટેકનોલોજી ખેડૂતો સુધી પંહોચાડી ને ખેડૂતની આવક વધારો થાય તેવા પ્રયાસો માં તમારી ભૂમિકા મહત્વની છે .
સ્વાગત તેમજ આભાર દર્શન કોર્ષ કોર્ડીનટર ડો.એચ.સી. છોડવડીયા કર્યું હતુ. આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા સાવન ભાભોર,નિકુંજ કાવરતેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી નાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
