Delhi

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ ૯૮.૧૨ ટકા છે

નવી દિલ્હી
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)એ કહ્યું કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે ૯,૮૯,૪૯૩ નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધી કુલ ૫૯,૧૯,૨૪,૮૭૪ નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. મિઝોરમની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં અહીં કોરોના વાયરસના ૨૪૯ નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે ૩ લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના કેસ ૧,૧૨,૮૪૮ છે. સક્રિય કેસ ૧૧,૬૩૩ છે અને કુલ કોરોના (ર્ષ્ઠિર્હટ્ઠ)ને હરાવ્યા બાદ રજા આપવામાં આવેલા લોકોની સંખ્યા ૧,૦૦,૮૨૯ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૮૬ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. તમિલનાડુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૧૮ નવા કોરોના કેસ નોંધાયા છે. ૧,૪૧૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ મોત નોંધાયા છેજે ૨૩૦ દિવસમાં અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કુલ સક્રિય કેસ ૧, ૮૯, ૬૯૪ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ૧૬૬ દર્દીઓના મૃત્યુ થતા મૃત્યુઆંક ૪,૫૨,૨૯૦ પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા આંકડાઓ પછી, દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને ૩ કરોડ ૪૦ લાખ ૮૧ હજાર ૩૧૫ થઈ ગઈ છે, જેમાંથી માત્ર ૧ લાખ ૮૯ હજાર ૬૯૪ કેસ સક્રિય છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૧૯,૫૮૨ લોકોએ કોરોનાને હરાવ્યો, ત્યારબાદ કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા ૩,૩૪,૩૯,૩૩૧ થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસો ની સંખ્યા હાલમાં ૧,૮૯,૬૯૪ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ ૯૮.૧૨ ટકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *