બોડેલી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ છોડી ભાજપ પાર્ટીમાં જોડાઇ જતાં રિક્ત પદ માટે કોંગ્રેસના આગેવાનોએ ચર્ચા કરી કોંગ્રેસના આજીવન વફાદાર રહેલા માજી સરપંચ સ્વ.ઈશ્વરભાઈ ચુનીલાલ રાઠવાના પુત્ર જીગ્નેશ રાઠવાની વરણી કરવા તેઓની પસંદગી અંગે જેતપુરપાવી સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસની મિટિંગમાં જાહેરાત કરાઈ હતી.છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા તેઓ પર પસંદગી ઉતારવામાં આવી હતી.જીજ્ઞેશ રાઠવા કર્મઠ, લોકપ્રિય અને કોંગ્રેસના વફાદાર રાજકીય પરિવારના ફરજંદ છે.તેઓને વિપક્ષ નેતા પદે બેસાડવાથી કોંગ્રેસમાં નવા પ્રાણવાયુનો સંચાર થશે તેમજ વિપક્ષ તરિકે વધુ મજબૂત બનશે તેમ કૉંગ્રેસ કાર્યકરો માની રહ્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
