Delhi

કિંગ કોહલી સાથે ઝઘડો કરનારા ખેલાડીને બહારનો રસ્તો બતાવી દીધો!..

નવીદિલ્હી
ઈંડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં અમુક મેચને શાનદાર બેટીંગ અને બોલીંગ માટે યાદ રાખવામાં આવશે. જ્યારે અમુકને વિવાદના કારણે. લખનઉ સુપર જાયંટ્‌સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે ૧ મેના રોજ રમવામાં આવેલી મેચ દરમ્યાન વિરાટ કોહલીએ વિરોધી ટીમના ખેલાડીની સાથે ભારે હોબાળો કર્યો હતો. આ ધુરંધરની એક બે નહીં પણ કેટલાય ખેલાડીઓ સાથે મેંટોર ગૌતમ ગંભીર સાથે પણ ઝઘડા થયા હતા. લખનઉ સુપર જાયંટ્‌સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે ૧ મેના રોજ રમાયેલ મેચમાં વિરાટ કોહલીએ અમિત મિશ્રા, નવીન ઉલ હક અને કાયલે મેયર્સ સાથે ઝઘડો થયો હતો. મેચ ખતમ થયા બાદ લખનઉના મેંટોર ગૌતમ ગંભીરની સાથે વિરાટ કોહલીએ ગરમાગરમી કરી હતી. મેચ બાદ કોહલી અને ગંભીર પર મેચ રેફરીએ ૧૦૦ ટકા મેચ ફીનો દંડ લગાવવામાં આવ્યો હતો. વિરાટ કોહલી સાથે ઝઘડો કરનારા અફઘાનિસ્તાનના બોલર નવીન ઉલ હકને એક મેચ બાદ તુરંત બહાર કરી દેવામાં આવ્યો છે. મેંટોર ગૌતમ ગંભીરે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ વરસાદથી ધોવાયેલ મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી હતી પણ એક મેચ બાદ બહારનો રસ્તો બતાવી દીધો હતો. નવીન ઉલ હકને લખનઉ સુપર જાયંટ્‌સે ગુજરાત ટાઈટંસ વિરુદ્ધ પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવામાં આવ્યો હતો. તેની જગ્યા પર ટીમના મેંટોર ગૌતમ ગંભીરે વિકેટકીપર બેટ્‌સમેન ક્વીંટન ડિકોકને જગ્યા આપી હતી. ઈનિંગ્સની શરુઆત કરતા તેમણે પહેલી જ મેચમાં ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. ૪૧ બોલ પર ૭ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ડિ કોકે ૭૦ રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. શાનદાર વાત એ છે કે, વિરાટ કોહલી સાથે ડખ્ખામાં ઉતાર્યા બાદ તુરંત નવીન ઉલ હકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, અને જે ખેલાડીને જગ્યા આપી તે પણ વિરાટ કોહલી સાથે રમી ચુક્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વર્ષ ૨૦૧૮માં ક્વિંટન ડિ કોકે રમ્યો હતો, પણ તેની સીઝન સારી રહી નહોતી. ૮ મેચમાં ૨૦૧ રન બનાવ્યો હતો, જેમાં ૫૩ રનની સૌથી મોટી ઈનિંગ્સ રમી હતી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *