નવીદિલ્હી
હવે ૈંઁન્ એક રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે, આવામાં ટીમો પોઈન્ટ ટેબલ પર આગળ રહેવા માટે જાેર લગાવી રહ્યા છે. આવામાં સનરાઈઝર્સ હૈદરાબાદે ૫૨ મેચમાં રાજસ્થાન રોયલ્સને ૪ વિકેટથી હરાવી દીધું છે. જયપુરમાં રમાયેલી મેચમાં રાજસ્થાને પહેલી બેટિંગ કરી હતી અને હૈદરાબાદને ૨૧૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. અબ્દુલ સમદે અંતિમ બોલ પર છગ્ગો લગાવીને ટીમને જીત અપાવી દીધી હતી. આ હૈદરાબાદની આ સિઝનની ચોથી જીત છે. જ્યારે રાજસ્થાન રોયલ્સની ત્રીજી હાર છે. આ જીત સાથે જ હૈદરાબાદની ટીમ અંતિમ સ્થાન પરથી ૯મા નંબરે આવી ગઈ છે. હૈદરાબે ૪ જીત સાથે ૮ પોઈટન્સ મેળવી લીધા છે. દિલ્હી કેપિટલ્લ ૧૦મા નંબ છે. ત્રીજી વખત આમ થયું છે કે જ્યારે આઈપીએલમાં કોઈ ટીમે ૨૧૫ રનનો ટાર્ગેટ ચેસ કર્યો છે. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ પંજાબ કિંગ્સ સામે ૨૧૫ રનનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને અંતિમ ૬ બોલમાં જીત માટે ૧૭ રનની જરુર હતી. ઓવર સંદીપ શર્મા નાખી રહ્યો હતો. સ્ટ્રાઈક પર અબ્દુલ સમદ હતો. સંદીપના પહેલા બોલ પર સમદને ૨ રન લીધા હતા અને બીજા બોલ પર છગ્ગો લગાવ્યો હતો. પરંતુ આગામી બે બોલમાં સંદીપે કમબેક કર્યું અને સમદ માત્ર ૩ રન બનાવી શક્યો હતો. અંતિમ બે બોલમાં હૈદરાબાદને ૬ રનની જરુર હતી. પાંચમા બોલ પર માર્કો યાનસેને ૧ રન લીધો હતો. હવે મેચ ટાઈ કરાવવા માટે ૪ રનની અને જીતવા માટે ૫ રનની જરુર હતી. સમદ સ્ટ્રાઈક પર હતો. તેણે લો ફૂલટોસ ફેંક્યો અને લોંગ ઓફ પર ફિલ્ડરે કેચ કરી લીધો હતો. આ દરમિયાન નો બોલનું સાયરન વાગ્યું અને રાજસ્થાનની જીતની ખુશી એક ઝાટકે ચકનાચૂર થઈ ગઈ હતી. આ નો-બોલ પર માત્ર ૧ રન જ આવ્યો હતો. હૈદરાબાદને ફ્રી હીટ મળતા અંતિમ વધારાનો બોલ સંદીપે નાખવો પડ્યો હતો. જેમાં હૈદરાબાદે મેચ જીતવા માટે ૪ રન અને ડ્રો કરાવવા માટે ૩ રનની જરુર હતી. ફરી એકવાર સંદીપ શર્માએ રાજસ્થાનને જીત અપાવવાની કોશિશ કરીને યોર્કર ફેકવાની કોશિશ કરી હતી. પરંતુ લેન્થ ના મળી અને સમદે બોલ સંદીપના માથા પરથી બાઉન્ડ્રીને પાર કરાવી દીધો હતો. આ રીતે હૈદરાબાદે ફ્રી હિટનો ફાયદો ઉઠાવીને અંતિમ બોલ પર મેચ જીતી લીધી હતી. કેપ્ટન સંજૂ સેમસને હૈદરાબાદની ઈનિંગ્સની ૧૯મી ઓવર કુલદીપ યાદવને આપી હતી. જે ર્નિણય ટીમ માટે ભારે સાબિત થયો છે. ૧૨ બોલમાં હૈદરાબાદને ૪૧ રનની જરુર હતી અને સ્ટ્રાઈક પર ગ્લેન ફિલ્પસ હતો, જેણે કુલદીપ યાદવના પહેલા ૪ બોલમાં ૩ છગ્ગા માર્યા અને એક ચોગ્ગો માર્યો હતો. ૫મા બોલ પર ફિલિપ્સ આઉટ થઈ ગયો હતો. અંતિમ બોલમાં સ્ટ્રાઈક પર માર્કો યાનસેને ૨ રન લીધા. આમ કુલદીપની ઓવરમાં ૧ વિકેટની સામે ૨૪ રન આવ્યા હતા અને અહીંથી જ મેચનું પાસું પલટાઈ ગયું હતું, અને મેચ અંતમાં હૈદરાબાદે મેચ જીતી લીધી હતી.


