બોડેલી પર કુદરતની કૃપા દ્રષ્ટિ આ માસૂમોને લીધે જ હતી તેવું એક વર્ગ માને છે!
બાળાઓનું ગોરજમાં કલ્યાણ તો થશે જ પણ બોડેલી પરની કુદરતની હવે એ વિશેષ કૃપા દ્રષ્ટિ છીનવાઇ ગઇ જશે તેનું શું?
બોડેલીમાં મંદ બુદ્ધિની બાળાઓ માટે અને બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માટે આશીર્વાદ સમાન સંસ્થા ‘વાત્સલ્ય’ કાયમ માટે બંધ થઇ કરી દેવાઇ છે.આ સંસ્થા માનસિક અસ્વસ્થ બાળાઓની નિભાવણી, શિક્ષણ, આરોગ્ય અને રહેવા, જમવા સહિતની તમામ જવાબદારીઓનું નિર્વહન કરતી હતી.બોડેલીની ભૂમિ પર નિઃસ્વાર્થ અને પૂણ્યનું મહાન કાર્ય મંદ બુદ્ધિની બાળાઓના કલ્યાણ માટેનું જ તો હતું! આ સંસ્થા બંધ થતાં બાળકોને ગોરજ ખાતે ભગિની મંદિર સંસ્થામાં મોકલી અપાયા છે.એ સાથે જ બોડેલીને પાવન કરતા સૌથી વધુ પૂણ્યનું આ બાળકોની સેવાનું કામ બંધ થતાં બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાનો એક વર્ગ ખૂબ જ આઘાત પામી ગયો છે!
બોડેલીના સંવેદનશીલ લોકોના હૃદય આ બાળાને લીધે પૂણ્યશાળી હોવાનું મનાતું હતું.જેને દિમાગની શક્તિ ઈશ્વરે છીનવી છે તે માસુમો પુણ્યત્મા ગણાય છે. જે શરીર અને આત્મા પૂણ્યશાળી હોય તેનું ઠેકાણું જો બોડેલી અને છોટાઉદેપુર જીલ્લો હોય તો આ ભૂમિ કેમ ભાગ્યશાળી ન કહેવાય?
બે મહિના પહેલાં જ અહીં વસતા અને શિક્ષણ મેળવતા 14 બાળકોને ગોરજ ગામે ભગિની મંદિર સંસ્થામાં શિફ્ટ કરી દેવાયા છે.5 કર્મચારીઓ કામ કરતા હતા તેઓ હવે નવી જગ્યાએ નિમણૂંક પામે તેવી શકયતા છે.સંસ્થા સંપૂર્ણ 100% ગ્રાન્ટેબલ હતી.સવાલ વાત્સલ્ય સંસ્થાના વિસર્જનનો નથી.પણ બોડેલી એવી ભૂમિ જ્યાં મંદ બુદ્ધિની બળાઓનું લાલન પાલન કરી સારા કર્મો માટે યશભાગી હતી, જેઓ કુદરત અને ભગવાનના અસ્તિત્વને માને છે તેઓ એમ પણ માને છે કે આવા બાળકોથી બોડેલી અને છોટાઉદેપુર જિલ્લા પર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હતી.ભગવાનની કૃપા દ્રષ્ટિ છીનવાઇ ગઇ છે એવું એક વર્ગ સચોટ મૂલ્યાંકન કરી રહ્યો છે.14 દિવ્યાંગ બાળકો અહીંથી જતા રહેતાં તેની કદી ન ભરપાઈ કરી શકાય તેવી ઈશ્વરની કૃપા દ્રષ્ટિની ખોટ આ ભૂમિને પડી છે.
બોક્સ 1
ડિસ્ટ્રીકટ જજ, રેન્જ આઇ.જી. સહિતના બોડેલીમાં પૂણ્યનું મહાન કાર્ય થાય છે તેમ અહીં રૂબરૂ મુલાકાત કરી સખાવતો પણ કરી ગયા છે!
છોટાઉદેપુર જિલ્લા ડિસ્ટ્રીકટ જજ બોડેલીના જજીસ તેમજ વકીલો અહીં વખતોવખત રૂબરૂ મુલાકાત કરી માનસિક, શારીરિક અસ્વસ્થ બળાઓની નિભાવણી અંગે જવાબદારી બરાબર અદા થાય છે કે કેમ? તેની તકેદારી પણ રાખી હતી.બધા જ બાળાઓને યોગ્ય સુવિધા મળતી હોવા અંગે સંતુષ્ટ હતા.તત્કાલીન રેન્જ આઈ.જી., છોટાઉદેપુર જિલ્લાના સૌથી પહેલા એસ.પી.રાજન સુસરા સહિતનાઓ પણ અહીં મુલાકાત લઈ ગયા છે.
બોક્સ 2
પૂણ્યશાળી બાળાઓની સેવા બજાવવાનું ભગીરથ કાર્ય બોડેલીની ભૂમિ પર થતું હતું જેથી બોડેલી પર કુદરતની વિશેષ કૃપા દ્રષ્ટિ હતી.
– લલિતચંદ્ર ઝેડ.રોહિત, પ્રમુખ બોડેલી બાર એસોસિએશન
બોડેલી અને છોટાઉદેપુર જિલ્લો ભાગ્યશાળી ગણાય કે અહીં અસ્વસ્થ બાળાઓના કલ્યાણ, રહેવા, જમવા,ભણવા સહિતની નિભાવણી આ ભૂમિ પર થતી હતી.આ નિર્દોષ અને માસુમ બાળાઓના સેવા કાર્ય અહીં થતાં હોઇ બોડેલી પર કુદરતની વિશેષ કૃપા દ્રષ્ટિ હતી.અહીંથી બાળાઓ અન્યત્ર લઇ જવાતાં હવે એ સ્થિતિ હરગીઝ રહી નથી એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
બોક્સ 3
બોડેલી સહિત વિસ્તારના લોકો અહીં પોતાના બાળકો સાથે જન્મદિનની ઉજવણી કરતા હતા!
અસ્વસ્થ બાળાઓ વચ્ચે પહોંચી તેમની સાથે જ પોતાના બાળકોના જન્મદિવસ ઉજવવા દર બે દિવસે કોઈક ને કોઈક પરિવાર અહીં અવશ્ય જોવા મળતું હતું.હવે બાળાઓને અહીંથી અન્યત્ર લઇ જવાઇ છે.જેથી હેપી બર્થ ડે ઉજવવા અહીં આવવા ઉત્સુક માતા પિતા માટે કોઈ વિકલ્પ કે અવસર બચ્યો નથી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


