Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નવાગામના જંગલોમાં ગેરકાયદેસર ખેડાણ કરતા ઈસમો ને ફરજ પર ના વન વિભાગના કર્મચારી દ્વારા રોકવામાં આવતા આરોપીઓ દ્વારા સરકારી કર્મચારી ઉપર હુમલો કરવામા આવ્યો હતો જે અંગે નો કેસ છોટાઉદેપુર મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓને જેલ ના સળિયા પાછળ ધકેલી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ ૯/૦૭/૧૭  ના રોજ ૯.૦૦  વાગ્યાના સુમારે છોટાઉદેપુર તાલુકાના નવાગામ ખાતે આવેલા જંગલમાં આરોપીઓ ૧. હિતેશભાઈ ખુમાનભાઈ રાઠવા, ૨. ખુમાનભાઈ કાગડાભાઈ રાઠવા, ૩. લલીયાભાઈ વેસ્તાભાઈ રાઠવા દ્રારા ગેરકાયદેસર ખેડાણ કરતા હોવાની ફરજ પરના ફોરેસ્ટ અધિકારી અનિલભાઈ ગોપાલભાઈ કલસરિયા ને જાણ થતા તેઓ ઘટના સ્થળે જઈ અને સદર વ્યક્તિઓને ખેડાણ નહીં કરવા જણાવી રોકવા જતા આરપીઓ દ્વારા આ સરકારી ફરજ પરના કર્મચારી ને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. જે અંગે નો કેસ મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અતુલકુમાર ના ઓ  ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એમ. જે. પટેલ દ્વારા કરવામાં આવેલ ધારદાર રજૂઆતો ને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા તમામ આરોપીઓ ને આઈપીસી ૩૩૨ ના ગુનામાં બે વર્ષની સજા અને આઈ.પી.સી ૪૨૭ ના ગુનામાં એક વર્ષની સજા અને તમામ આરોપીઓને ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *