કર્નાટક વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થયો હતો. કર્નાટક વિધાનસભામાં ભાજપ અને જેડીએસ સહિતના પક્ષોને પછાડી કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી હાસંલ કરતા સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે છોટા ઉદેપુર જીલ્લા ના બોડેલી ખાતેપણ કોંગ્રેસ દ્વારા
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર
ઠોલ નગારા અને ફટાકડા ફોડી જીતના વધામણા લેવામાં આવ્યા હતા એક મેકનું મોઢું મીઠું કર્યું હતું. આ ઉજવણીમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ , પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલેખનિય છે કે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ની ભવ્ય જીત થતા સમગ્ર રાજ્ય સહિત જિલ્લા કોંગ્રેસ ને પણ જાણે પ્રાણવાયુ મળ્યો હોઈ તેમ કાર્યકરો ઉત્સાહિત થઈ ગયા હતા અને એક નવા જોમ સાથે આવનાર લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ નો ડંકો વગાડવા સૌ કોઈ ખભે ખભા મિલાવી કામે લાગી જશે તેમ જિલ્લા પ્રમુખ એ જણાવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


