Gujarat

લીલીયા મોટા ખાતે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ના નવા મિટિંગ હોલ નું ઉદઘાટન કરતા રૂપાલા

લીલીયા મોટા ખાતે
શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લીલીયા મોટા માં બનાવેલા નૂતન મીટિંગ હોલનું લોકાર્પણ ભારત સરકારના કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબના વરદ હસ્તે અને સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી , ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા , મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયેલ જેમાં પુરષોત્તમ ભાઈ રૂપાલા દ્વારા જણાવવા માં આવેલ કે બગસરા મંડળી એ સાચા અર્થમાં સહકારી પ્રવુતિ ને વેગવંતી બનાવેલ છે
આ તકે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે  મંડળીની પ્રગતિને બિરદાવેલ અને બેન્કિંગ સિસ્ટમની જેમ વહીવટી કામગીરી કરી જરૂરિયાતમંદ લોકોને મળતા લાભો ને આવકારેલ અને આ મંડળી સાચ અર્થમાં સહકારી પ્રવૃત્તિને વેગવંતી બનાવેલ છે તે બદલ સંસ્થાના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા અને સમગ્ર ટીમ બગસરાને અભિનંદન પાઠવેલ સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીએ સહકારના માધ્યમથી છેવાડાના લોકોની જરૂરિયાતને સંતોષ આપવાનું કામ સહકારી પ્રવૃત્તિ થતી પહોંચે છે તેમ જણાવેલ. ધારાસભ્ય શ્રી મહેશભાઈ  કસવાલાએ મારા વિસ્તારના સહકારી પ્રવૃત્તિ થકી જે લાભો મંડળી દ્વારા આપવામાં આવે છે તે બદલ સંસ્થાની કામગીરીને વધુ ઊંચાઈ તરફ લઈ જવા માટે સહકારી પ્રવૃત્તિ ખૂબ જ આગળ વધે તેમ જણાવેલ.
આ લોકાર્પણ કાર્યક્રમમાં અશ્વિનભાઈ સાવલિયા, જીવનભાઈ વોરા, ગીતાબેન સંઘાણી, મનીષભાઈ સંઘાણી, જેન્તીભાઈ પાનસુરીયા, બાબુભાઈ ધામત, અરૂણભાઇ પટેલ સહિતના સહકારી તેમજ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેલ  સમગ્ર કાર્યક્રમનું સંચાલન જનરલ એમ.ડી. નીતેશભાઈ ડોડીયાએ કરેલ તેમ શાખા  એમ.ડી. પરિનભાઈ રાજપુરા ની યાદી જણાવે છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230513-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *