જૂનાગઢ તા.૧૬ જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના સુભાષનગર-૨માં રહેતી ૧૫ વર્ષની કિશોરી તા.૧૦/૦૫/૨૦૨૩ને ૭ વાગ્યા આસપાસ માખીયારા પાટીદાર કારખાના ગયેલ ત્યાંથી ગુમ થયેલ છે. તેમની ઉંચાઇ ૫ ફુટ, બાધો મધ્યમ અને રંગ શ્યામ વર્ણ છે. તેમણે બ્લુ કલરનો ડ્રેસ પહેરેલ છે. આ યુવતીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તાલુકા પોલીસે જણાવ્યું છે.
