ગાંજેડીનો ગાંજો ક્યાંથી ખરીદે છે એવો વિડિઓ ઉતારવાના લીધે માથાકૂટ
(વિડીઓમાં ગાંજેડી પોતે કોઈ ડોન ની ઘરવાળી પાસેથી ગાંજો લેતો હોવાની કબૂલાત)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રા શહેરના સોસીયલ મીડિયામાં એક ગાંજેડીને રાતનાં સમયે ગૌતમ મેવાડા નામનો શખ્સ ઉભો રાખીને સવાલ કરે છે તેવાં વિડિઓ સાથે આ વિડિઓ બાદ ઉતારવાથી ગૌતમ ભરવાડને ગેલા રણછોડભાઈ મેવાડા નામના શખસ સાથે માથાકૂટ બાબતની અરજી વાઇરલ થતા ચકચાર મચી જવા પામી હતી. ગાંજેડી છોકરાનો વિડિઓ ઉતારી ગાંજો વહેંચનારનાં ઘરે ગૌતમ ભરવાડે પૂછપરછ કરી હતી બાદમાં ગેલા રણછોડભાઈ મેવાડા નામના શખ્સનો ફોન આવ્યો અને રૂબરૂમાં આવીને મારો ગાંજો ઇ ડોન ની ઘર વાળી વહેંચે છે તેમ કહી ને તારાથી થાય તેં કરી લેજે કહી છાતી ઉપર લાત મારી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી છે તેમ ફરિયાદ લેવા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અરજી સહીત વિડિઓ વાઇરલ થતા સોસીયલ મીડિયા ગ્રુપમાં અનેક તર્ક વિતર્કો સાથે ચકચાર મચી જવા પામી હતી. વિડીઓમાં ગાંજેડી છોકરો ઘણા સમયથી ડોન ની ઘરવાળી ગાંજો વહેંચે છે તેમ કબૂલાત કરવા સાથે પોતાની પાસે રહેલી ગાંજાની પાઉચ બતાડી હતી. ગૌતમ ભરવાડ દ્વારા વિડિઓને પ્રુફ બનાવી અરજી કરતા પોલીસ પણ તત્કાલ હરકતમાં આવી જતી જોવા મળી હતી


