Gujarat

માંગરોળ ગૌરક્ષા સેના દ્વારા પુજ્ય  મુક્તાનંદજી બાપુ ના ૬૫ મા પ્રાગટ્ય દિવસ નિમીતે બ્લડ કેમ્પ ગાયત્રી હવન સહીત કાર્યક્રમો નુ આયોજન કરાયુ….  

માંગરોળમાં મુરલીધર વાડી ખાતે જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌરક્ષા સેના દ્વારા પરમ પૂજ્ય વંદનીય મુકતાનંદજી બાપુના ૬૫ મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે ચાંપરડા ની સંસ્થાના માર્ગદર્શન હેઠળ શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરાયુ સાથે માંગરોળ ગાયત્રી પરિવાર ના દિલીપભાઈ જોષી અને તેમની ટીમ ના સહયોગ થી ગાયત્રી યજ્ઞનુ અને દેહદાન સંકલ્પ પત્ર, વૃક્ષારોપણ માટે રોપા વિતરણ, ચકલીના માળા વિતરણ સાથે પાંચ કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જય અંબે ચાપરડા હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા સંજયભાઈ વગાસીયાના હસ્તે ગૌરક્ષા સેનાને ઓક્સિજન મશીન ભેટ આપવામાં આવ્યુ હતુ,
 પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ના ૬૫મા પ્રાગટ્ય દિવસ ના ઉજવણીના ભાગ રુપે ગૌરક્ષા સેના આયોજીત આ બ્લડ કેમ્પ તેમજ ગાયત્રી હવન મા મોટી સંખ્યામાં રક્ત દાતાઓ પોતાનુ રક્ત દાન કર્યુ તેમજ તમામ રક્ત દાતાઓ ને આગેવાનો હસ્તે સર્ટિફિકેટ મુવમેન્ટ  આપવામાં આવ્યા હતા
આ અવસરે વિવિધ રાજકીય સામાજિક સંસ્થાઓ ના આગેવાનો વેપારીઓ સહીતના મોટી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગૌરક્ષા સેના ના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી,,,,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ

20230517_110253.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *