માંગરોળમાં રખડતા ખુટીયાએ પાંચથી છ જેટલાં લોકોને હડફટે લીધા
ઇજાગ્રસ્ત તમામ લોકોને માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા
માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ખુટીયાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છતાં પણ ખુટીયાઓને કાબુ કરવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ આવા કેટલાઈ લોકોને ખુટિયાઓ દ્વારા ઇજાવો પોહચાડી છે, અને અગાઉ ખુટીયા ના ત્રાસ થી મૃત્યુ ના બનાવો પણ બન્યા હોવા છતા તંત્ર નિષ્ક્રિય,,,
ફરી માંગરોળ માં આજે પાંચથી છ જેટલાં લોકો ખુટીયાની લડાઇમા હડફેટે આવતાં ઇજાગ્રસ્ત થયા,,
વિનભાઇ મેસવાણીય માંગરોળ


