International

Cannes 2023ના રેડ કાર્પેટ પર ઇશા ગુપ્તાનો આ અવતારની થઇ રહી છે ખુબ ચર્ચા

ફ્રાન્સ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩ની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. ગત ૧૬મેના રોજ શરૂ થયેલા આ ખાસ અને સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલના પહેલા જ દિવસે ઘણી બોલિવૂડ એક્ટ્રેસીસે તેના રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેર્યો છે. એક તરફ જ્યાં સારા અલી ખાન દેશી અવતારમાં જાેવા મળી તો બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ પોતાના બોલ્ડ લુકથી લોકોને પોતાના દિવાના બનાવી દીધાં છે. બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવ ૨૦૨૩ના રેડ કાર્પેટ પર પહેલા જ દિવસે ડેબ્યૂ કર્યુ. તે પોતાના બોલ્ડ ડ્રેસમાં તહેલકો મચાવી રહી હતી. ઇશા ગુપ્તાએ ખૂબ જ રિસ્કી આઉટફિટ પહેર્યુ હતું. જાે કે તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી અને તેને જાેઇને સૌકોઇની નજર તેના પર જ અટકી ગઇ હતી. બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩ના પહેલા જ દિવસે રેડ કાર્પેટ પર વોક કરતી જાેવા મળી હતી. તેના હાઈ સ્લિટ ગાઉનમાં તેણે એન્ટ્રી કરતા જ બધા તેની સામે જ જાેતા રહી રહી ગયા. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩ની ઇશા ગુપ્તાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩માં ઇન્ડિયન ગવર્મેન્ટના ડેલિગેશનનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. ઈશા ગુપ્તા પોતાના વીડિયોમાં કહી રહી છે- હું ભારત સરકાર અને હ્લૈંઝ્રઝ્રૈંનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. ભારત હવે સિનેમાની દુનિયામાં વૈશ્વિક મંચ પર છે. સિનેમાની દુનિયાની સાથે સાથે આખી દુનિયા સામે મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩માં આ વખતે ઈશા ગુપ્તા, મૃણાલ ઠાકુર, સારા અલી ખાન, અનુષ્કા શર્મા અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરતી જાેવા મળશે. બોલિવૂડના ફેમસ સિંગર કુમાર સાનુની દીકરી કે શેનન પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૧૬ મેથી શરૂ થઈને ૨૭ મે સુધી ચાલશે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *