બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ વિશ્વ વિખ્યાત આર.એમ.પી. બેરીંગ્સ ખાતે પર્યાવરણની જાળવણી તથા પર્યાવરણની જાગૃતતા માટે સાયકલ રેલી તથા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યુ હતું . ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના સૌરાભભાઇ દેસાઇ તથા આર.એમ.પી બેરીંગ્સ લીમીટેડ ના પ્રોડકશન હેડ હરેશદાન ગઢવીએ લીલી ઝંડી બતાવી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતુ . આર.એમ.પી. બેરીંગ્સના ચેરમેન રાજુભાઇ મકવાણા , મેનેજીંગ ડાયરેકટર મિતેનભાઇ મકવાણા તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોડૅ ના કૌશલભાઇ ના માગૅદશૅન હેઠળ અંદાજે ૧૦૦ થી વધુ કમૅચારીએ આ રેલી માં ભાગ લઇ પયૉવરણ ની જાળવણી માટે રાણપુર શહેરના જાહેર માર્ગો ઉપર રેલી ફળી હતી.અને વિવિધ નારાઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો . કાર્યક્રમના અંતે મિતેનભાઇ મકવાણા , મોહનભાઇ મકાણી , હરેશદાન ગઢવી , મનસુખભાઇ મેર , અમીષભાઇ ચાવડા , યશ મકાણી તથા અન્ય સ્ટાફમિત્રો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


