Gujarat

જૂનાગઢ જિલ્લામાં સાયકલ, બેટરીથી ચાલતા સ્કૂટર, ઇલેકટ્રીક ટુ વ્હીલર/થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વેચનારે રજિસ્ટર નિભાવાનું રહેશે

 ભૂતકાળમાં જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવા જાહેર સ્થળો/જગ્યાઓ પર સાયકલમોટર સાયકલ કે ફોર વ્હીલરમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ થકી ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવેલ હોવાનું તથા ભવિષ્યમાં પણ આવી ઘટનાઓની શક્યતાને નકારી નહિં. તેવું જણાવી જૂનાગઢ જિલ્લામાં સાયકલ તેમજ બેટરી ચાલતા સ્કૂટરઇલેકટ્રીક ટુ વ્હીલર/ફોર વ્હીલર વેચનાર દુકાનો ધરાવનાર માલિકોમેનેજરોસંચાલકોએજન્ટો દ્વારા આવા વાહનોના વેંચાણ સમયે ધ્યાનમાં રાખવાની બાબતે અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા માટે પોલીસ અધિક્ષકનીજૂનાગઢ તરફથી કરાયેલ દરખાસ્ત વાજબી જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.જી.પટેલને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સાયકલ તેમજ બેટરીથી ચાલતા સ્કૂટરઇલેકટ્રીક ટુ વ્હીલર/થ્રી વ્હીલર/ફોર વ્હીલર વેચવામાં આવે ત્યારે ખરીદનારને અવશ્ય બિલ આપવું અને તેની સ્થળ પ્રત કબજામાં રાખવીવેંચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાઇસન્સપાનકાર્ડચૂંટણી ઓળખકાર્ડરેશનકાર્ડઆધારકાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટરધારાસભ્યશ્રીસંસદ સભ્યશ્રીકોઇ પણ ખાતાના રાજયપત્રિત અધિકારશ્રી તરફથી મેળવેલ ઓળખપત્રપ્રમાણપત્ર પૈકી કોઇ પણ એક વૈધ(valid) પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ/બેટરીથી સંચાલિત વાહન વેચાણ કરનારે મેળવવાનો રહેશે       બિલમાં ખરીદનારનું પુરૂ નામસરનામુંસંપર્ક માટે ટેલીફોન/મોબાઇલ નંબર લખવોવેચાણ બિલમાં સાયકલ/બેટરીથી સંચાલિત વાહનના ફેમ નંબર/ચેસીસ નંબર અવશ્ય લખવા.

આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા.૧૧/૦૭/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *