Gujarat

લીલીયા મોટા તાલુકા  પેન્શનર સમાજ ની મીટીંગ મળી

(ઈમરાન પઠાણ)
લીલીયા મોટા
લીલીયા મોટા ખાતે તાલુકા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજવામાં આવેલ તેમાં તમામ તાલુકાના પેન્શનર ભાઈ બહેનો હાજર રહ્યા આ સામાન્ય સભા માં સંચાલન ના પ્રમુખ તરીકે જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખશ્રી રાજુભાઈ મહેતા હાજર રહ્યા હતા તેઓએ સ્થળ પર પેન્શનનરો ના પ્રશ્નો ઉકેલ માટેની સમજણ આપેલી જિલ્લા તિજોરી અધિકારી શ્રી ખાચર સાહેબે ખાસ ઉપસ્થિત રહી પેન્શનરોને જરૂરી માર્ગદર્શન આપેલું પેન્શનર સમાજના 75 વર્ષના પેન્શનરોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલું પેન્શનરોને માર્ગદર્શન આપેલું sbi ના મેનેજર સુમિતકુમાર તથાપંડ્યા ભાઈ દ્વારા 80 વર્ષના તમામ પેન્શનરનું સાલ ઓઢાડી સન્માન કરેલું ટાટા કંપની તરફથી રોકાણ તથા લાઈફ વીમા નું માર્ગદર્શન અપાયેલ ને તેઓએ સમાજને 5511 રૂપિયા ભેટ સ્વરૂપે આપેલા લીલીયા તાલુકાના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોએ સભાની સુંદર વ્યવસ્થા ગોઠવણ કરેલી સભાના તમામ પેન્શનરો માટે ભોજન ના દાતા તરીકે હંસાબેન તથા હિતેશભાઈ કારિયા એ અમૂલ્ય યોગદાન આપેલ સૌ પેન્શનરો ભોજન કરી છુટા પડેલા જેમાં લીલીયા પેન્શનર સમાજના પ્રમુખ ભરતભાઈ ત્રિવેદી તથા માનદ મંત્રી ભાનુભાઈ કાલાવડીયા ખાંભા તાલુકા ના પ્રમુખ નાગરદાસ સાહેબ લાઠી તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ ભાલાળા સાહેબ ઉપસ્થિત રહેલ

IMG-20230518-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *