Maharashtra

કોટન-ખાંડી વાયદામાં રૂ.60 અને મેન્થા તેલમાં રૂ.1.10નો સુધારોઃ નેચરલ ગેસમાં ઢીલાશઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,772 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8663.85 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.10 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,25,485 સોદાઓમાં કુલ રૂ.15,446.23 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,772.49 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8663.85
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 62,438 સોદાઓમાં રૂ.4,341.49 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,100ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,153 અને નીચામાં રૂ.59,942 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.114 ઘટી રૂ.60,031ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.127 ઘટી રૂ.48,253
અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.6,038ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10
ગ્રામદીઠ રૂ.130 ઘટી રૂ.60,059ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,555ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.72,557 અને નીચામાં રૂ.71,911 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.505 ઘટી
રૂ.72,153 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.484 ઘટી રૂ.72,158 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.484 ઘટી રૂ.72,147 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,347 સોદાઓમાં રૂ.,962.92 કરોડના વેપાર થયા હતા.
તાંબુ મે વાયદો રૂ.723.50ના ભાવે ખૂલી, રૂ.2.75 ઘટી રૂ.720.45 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી
રૂ.208.80 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી
રૂ.225ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 વધી રૂ.208.85
સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.183.85 જસત-મિની મે વાયદો રૂ.1.50 ઘટી રૂ.225.65 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 40,741 સોદાઓમાં રૂ.1,450.1 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,993ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,020 અને
નીચામાં રૂ.5,968 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 ઘટી રૂ.6,013 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
મે વાયદો રૂ.1 ઘટી રૂ.6,013 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.196ના ભાવે
ખૂલી, રૂ.1.10 ઘટી રૂ.197.20 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1 ઘટી 197.2 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.17.98 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,440ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,720 અને નીચામાં
રૂ.61,040 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.60 વધી રૂ.61,160ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.10 વધી રૂ.952.80 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,946.42 કરોડનાં
3,236.850 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,395.07 કરોડનાં 331.032 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.459.77 કરોડનાં 7,65,290 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.990.33 કરોડનાં 4,99,01,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.104.93 કરોડનાં 5,030 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.48.80 કરોડનાં 2,655 ટન તાંબાના વાયદાઓમાં રૂ.489.26 કરોડનાં 6,783 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.319.93 કરોડનાં 14,147 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.12.07 કરોડનાં 1,968 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.91 કરોડનાં 61.56
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,059.120 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 742.499 ટન, તાંબાના વાયદાઓમાં 17,122.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 23,446 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,410 ટન તથા જસત અને જસત-મિનીમાં
32,795 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 12,08,400 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,78,24,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
18,048 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 281.16 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.9.89 કરોડનાં 122 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 798 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 16,268 પોઈન્ટ
ખૂલી, ઉપરમાં 16,268 અને નીચામાં 16,181 બોલાઈ, 87 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 42 પોઈન્ટ ઘટી 16,216
પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.8663.85 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2194.4 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.318.6 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4000.95 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2148.21 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.174.15 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.262ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.263.60 અને નીચામાં રૂ.234.40
ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.10 ઘટી રૂ.258.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.200 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.90 ખૂલી, ઉપરમાં રૂ.5.70 અને નીચામાં રૂ.4.10 રહી,
અંતે રૂ.0.35 ઘટી રૂ.5.25 થયો હતો.
સોનું મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.128ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.128 અને નીચામાં રૂ.78.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.27 ઘટી રૂ.89.50 થયો હતો,
જ્યારે સોનું-મિની મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.125 ખૂલી, ઊપરમાં
રૂ.125 અને નીચામાં રૂ.85 રહી, અંતે રૂ.24.50 ઘટી રૂ.100 થયો હતો.
ચાંદી જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,117ના ભાવે ખૂલી, રૂ.145.50 ઘટી
રૂ.1,026 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,115ના ભાવે
ખૂલી, રૂ.173 ઘટી રૂ.963 થયો હતો. તાંબુ મે રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.64
ઘટી રૂ..23 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.232.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.246 અને નીચામાં રૂ.221.20 ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.50 ઘટી રૂ.226.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.50 ખૂલી, ઉપરમાં રૂ.4.30 અને નીચામાં રૂ.3.05 રહી, અંતે રૂ.0.45
વધી રૂ.3.55 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.287ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.366 અને નીચામાં રૂ.261 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.70 વધી રૂ.339 થયો હતો, જ્યારે
સોનું-મિની મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.261 ખૂલી, ઊપરમાં રૂ.359.50
અને નીચામાં રૂ.250 રહી, અંતે રૂ.77.50 વધી રૂ.330.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.969.50ના ભાવે ખૂલી, રૂ.118 વધી
રૂ.1,028 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.880ના ભાવે
ખૂલી, રૂ.107.50 વધી રૂ.968.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *