Gujarat

બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના મકાનને ૪૦ વર્ષથી વધુ સમય થતા તેના મકાન અને પોલીસ કર્મચારી માટેના આવાસો જર્જરિત થતા નવા મકાન અને આવાસો બનાવવાની ગ્રામજનોની માંગ ઉભી થવા પામી છે.

બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના મકાનને ૪૦ વર્ષથી વધુ સમય થતા તેના મકાન અને પોલીસ કર્મચારી માટેના આવાસો જર્જરિત થતા નવા મકાન અને આવાસો બનાવવાની ગ્રામજનોની માંગ ઉભી થવા પામી છે.બોડેલી થી ૨૪ કી.મી ના અંતરે આવેલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં ૪૦ થી વધુ ગામો આવેલ છે.આ પોલીસ સ્ટેશનમાં જમાદાર સાથે કુલ ત્રણનું મહેકમ છે.પરંતુ પોલીસ કર્મચારીઓ માટેના ક્વાર્ટરો રહી ન શકાય તેવા જર્જરિત અને જોખમી હાલાતમાં હોવાથી કર્મચારીઓને અન્ય જગ્યાએથી અપડાઉન કરવું પડે છે.ગામના આગેવાનો ઘ્વારા લોકદરબારમાં અનેકવાર આ પોલીસ સ્ટેશનના નવા મકાન અને આવાસો અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવેલ નથી.ચલામલી ગામથી વર્તુળ વિસ્તારમાં ૫ કી.મી ના અંતરે પાવીજેતપુર,નસવાડી અને કવાંટ જેવા તાલુકાના છેવાડાના ગામો આવેલ છે.ચલામલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના મકાન અને આવાસ બનાવવા માટેની પાંચ વર્ષ પહેલા પૂર્વ તાલુકા ભાજપા મહામંત્રી પરિમલ પટેલે તે સમયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લેખિતમાં કરતા જિલ્લા એસપી વહીવટી શાખામાંથી પુરાવાઓ એકત્ર કરી ફાઈલ તૈયાર કરી સોંપવામાં આવી હતી.ચલામલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના જર્જરિત થયેલ મકાન અને આવાસો હાલ નવા બનાવવાની માંગ ગ્રામજનો ઘ્વારા કરવામાં આવી રહી છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230519-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *