જોડિયા ગ્રામપંચાયત આશરે 13000 ની વસ્તી ધરાવતું ગામ….પણ પંચાયત પાસે નાણાનો અભાવ અને લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિના અભાવે ઠેર ઠેર કચરાના ઢગ ઘણા સમયથી થયેલ છે…આ બાબત tdo શ્રી માધુરીબેન કે પટેલ દ્વારા માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજની તાલુકાની મુલાકાત દરમિયાન તેઓના ધ્યાને મુકેલ..ddo સાહેબે હકારાત્મક વલણ દાખવી મદદની ખાતરી આપતા હાલ છેલ્લા 5 દિવસથી જોડિયામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયેલ છે..જેમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ…તલાટીશ્રી..આસપાસના ગામોના સરપંચશ્રીઓનો સહયોગ મળેલ છે …..અને સ્વચ્છ ભારત અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરવા અને લોકો ને સારા સ્વાસ્થ્ય ની ભેટ આપવા જોડિયા તાલુકા પંચાયત પ્રયત્નશીલ છે……………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :; હડિયાણા…….


