નવીદિલ્હી
ૈંઁન્ની ૧૬મી સિઝનની ૭૦મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્) ને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે છ વિકેટે જીત મેળવી હતી. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૭ રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે ૧૯.૧ ઓવરમાં ચાર વિકેટે ૧૯૮ રન બનાવ્યા હતા. આ હાર બાદ ઇઝ્રમ્ની ટીમ ૈંઁન્માંથી બહાર થઈ ગઈ છે. અને આજે પહેલી મેચ જીતનાર ટીમ મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફમાં સ્થાન મળ્યું છે. શુભમન ગિલ ના સ્વરૂપે ભારતને કેટલો શાનદાર ઓપનર મળ્યો છે. આ યુવા ખેલાડી અને ઓપનરે ગુજરાત ટાઈટન્સ માટે સતત બીજી મેચમાં સદી ફટકારીને મેચનો અંત આણ્યો હતો. તેણે ૫૨ બોલમાં ૫ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી સદી ફટકારી હતી. ગુજરાત પાસેથી મળેલી હાર સાથે બેંગ્લોર ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ૈંઁન્ ૨૦૨૩ સિઝનમાં કોહલીની આ બીજી સદી છે. આ પહેલા તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. આ સાથે કોહલી આઈપીએલમાં બે મેચમાં સતત બે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ છેલ્લી ઓવરના પહેલા બોલ પર સિંગલ લઈને પોતાની સદી પૂરી કરી હતી. તેણે આ સદી માત્ર ૬૧ બોલમાં પૂરી કરી હતી. આ તેની આઈપીએલ કારકિર્દીની સાતમી સદી છે. આ સાથે તે ૈંઁન્માં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ સિઝનમાં કોહલીની આ સતત બીજી સદી છે. તે ૈંઁન્માં સતત બે મેચમાં સદી ફટકારનાર ત્રીજાે બેટ્સમેન બની ગયો છે. તેમના પહેલા શિખર ધવને ૨૦૨૦ દિલ્હી કેપિટલ્સ માટે આ કામ કર્યું હતું, તેમના પછી બટલરે ગયા વર્ષે રાજસ્થાન માટે આ કામ કર્યું હતું.


