મહેસાણા
મહેસાણાના વસાઈ નજીક એસટી બસ અને આઈશર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઇ છે. આ અકસ્માતમાં એક મહિલાનુ મોત થયાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, મહેસાણાના વસાઇ નજીક એસટી બસ એક આઇશર સાથે ટકરાઇ છે, અહીં બંધ પડેલી આઈશર સાથે અચાનક બસ અથડાઇ ગઇ હતી, આ બસનો રૂટ ભુજ ખેડબ્રહ્મા હતો અને અચાનક આઈશર સાથે બસ અથડાઈ જતાં એક મહિલા મુસાફરનું મોત થયુ છે. આ ઉપરાંત કંડકટર સહિત અન્ય બે મુસાફરને ગંભીર રીતે ઇજા પહોંચી છે. અકસ્માત ભયાનક હોવાના કારણે બસનો દરવાજાે કાપીને બસમાં રહેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.


