Gujarat

તા. ૨૪ થી ૨૬ મે સુધી યોજાનાર વર્કશોપમાં મગફળી સંશોધન સાથે જોડાયેલા ભારતના ૧૭૫ થી વધુ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તારીખ ૨૪  થી ૨૬ મે સુધી એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપ ઓડીટોરીયમ હોલ ખાતે યોજાશે. આ વર્કશોપનો ઉદ્ઘાટન સમારોહ તારીખ ૨૪ ના રોજ સવારે ૯-૩૦ કલાકે યોજાશે

મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્ર જૂનાગઢ  કૃષિ યુનિવર્સિટી અને મગફળી સંશોધન નિર્દેશાલય આઈ.સી.એ.આર. જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપ ૨૦૨૩ તા.૨૪ થી ૨૬   મે દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવેલ છે

આ કાર્યશાળામાં મગફળી સંશોધન સાથે સંકળાયેલા ભારતના વિવિધ રાજ્યના ૧૭૫ થી વધારે વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. તેમજ આ કાર્યક્રમમાં મગફળી અખતરાના પરિણામો4 મગફળીની નવી જાતો તેમજ મગફળીના ઉત્પાદન વધારવા માટેના પરિબળોની ચર્ચા વિચારણા કરી પરિણામોના તારણ કાઢવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *