જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર મોબાઈલ ફોનના સીમકાર્ડના ખરીદ વેચાણ દરમિયાન યોગ્ય રીતે કાર્યરીતિનું પાલન થાય તે હેતુ થી તેમજ સીમકાર્ડ ખરીદ કરનાર વ્યક્તિના આધાર પુરાવોઓની ચકાસણી તેમજ નિભાવણી માટે આધારો રાખવા તથા રજીસ્ટર નિભાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પી. જી. પટેલ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ મોબાઈલ ફોનના સીમકાર્ડના વેચાણ કરનાર ડિસ્ટ્રીબ્યુટર4 રિટેલરો તથા વિક્રેતાઓએ મોબાઈલ ફોનના સીમકાર્ડના વેચાણ સમયે ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખ પત્ર તથા રહેઠાણના દસ્તાવેજો બરાબર ચકાસણી કરવી તથા આવા દસ્તાવેજી પુરાવાની ઝેરોક્ષ રાખવી અથવા ડિજિટલ ફોર્મમાં પુરાવો રાખવા અને આ અંગેના ડિસ્ટ્રીબ્યુટર રિટેલર દ્વારા ડિજિટલ એક્ટીવેશન થકી dkyc/ekyc કરવામાં આવે છે જેની માહિતી દરેક ડિસ્ટ્રીબ્યુટર રિટેલર એક્સેલ ફોર્મેટમાં રાખવાની રહેશે
ઉપરોક્ત જણાવેલ નામ સરનામાની માહિતી એક્સેલ ફોર્મેટ માં ત્રણ વર્ષ સુધી સાચવવાની રહેશે. તથા તેની હાડકોપી કાઢીને રેકોર્ડમાં રાખવાની રહેશે. આ દરમિયાન Data theft loss કે corrupt ન થાય તે જોવાની જવાબદારી ડિસ્ટ્રીબ્યુટર રિટેલર અને વિક્રેતાની રહેશે. અને ખરીદનાર વ્યક્તિઓના માન્ય ઓળખ પત્ર તથા રહેઠાણના દસ્તાવેજોના પુરાવાની માહિતીનું રજીસ્ટર રાખવું તથા તેની ઓળખ અંગેની ફરજિયાત નોંધણી રજીસ્ટર નિભાવીને કરવાની રહેશે. ઉપરોક્ત જણાવેલ તમામ માહિતી ત્રણ વર્ષ સુધી સાચવવાની રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૧૮/૦૭/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાન ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષા અને પાત્ર ઠરશે.
