Gujarat

હડિયાણા ગામે કકાવટી નદીના કિનારે આથમણી દિશામાં બિરાજમાનશ્રી શરણેશ્વર મહાદેવ મંદિરની વર્ષો જૂનું પૌરાણિક  જગ્યાએ ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે……………………….

તા.20.05.23 થી તા.22.05.23 ત્રણ દિવસ સુધી ઉપરોકત ધાર્મિક જગ્યાએ ત્રણ નવનિર્મિત મંદિરમાં નવી ગણેશજી.હનુમાનજી. કાલભૈરવ.બળીયાદેવ મૂર્તિઓની શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે થી જળયાત્રા નગરયાત્રા અને  બાઈકરેલી સાથે વાજતેગાજતે શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી હતી. અને  પ્રાણ પ્રતિષ્ઠા ધાર્મિક વિધિ મુજબ કરીને મૂર્તિઓ ની સ્થાપના કરવામાં આવી છે. આ કાર્યક્રમના મુખ્ય યજમાન અને દાતા હડિયાણા ગામના વતની શ્રી રાઘવજીભાઈ ભવાનભાઈ કગથરા ના પરિવાર દ્વારા ત્રણ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. અને શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ની ધ્વજારોહણ ના દાતા હડિયાણા ગામના  શ્રી જગદીશભાઈ કલ્યાણજીભાઈ પરમાર(લુહાર)અને શ્રી શરણેશ્વર મહાદેવ મિત્ર મંડળ અને મહાદેવ મંદિર ની આસપાસના વાડી માલિકો તરફથી મંદિરની સેવા પૂજા અને સાફ સફાઈ બધી રીતે સાથ સહકાર આપવામાં આવે છે. અને છેલ્લા દિવસે હડિયાણા ગામ ના સર્વે હિન્દુ સમાજનું સમૂહ મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું……………..
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા..જોડિયા.જી..જામનગર
ગામ :: હડિયાણા…………….

IMG20230520171542.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *