શહેરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે મહિલા આઈ.ટી.આઈ. જામનગર દ્વારા ‘એન્યુઅલ ડે-૨૦૨૩’ ની
ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમ અંતર્ગત મહિલા આઈ.ટી.આઈ. ની ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડમાં તાલીમ મેળવી
રહેલ ભાવી ફેશન ડિઝાઇનર તાલીમાર્થીની બહેનોએ નિર્માણ કરેલ અલગ પ્રકારના સ્ટાઈલ અને ફેન્સી વસ્ત્રો પહેરી ગ્લેમરસ
રેમ્પવોક સાથે બોલ્ડ બ્યુટી, ફેરીટેલ, રોયલ ફયુશન સહિતની આકર્ષક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. સાથે સાથે મહિલા
આઈ.ટી.આઈ.માં કોસ્મેટોલોજી ટ્રેડમાં તાલીમ દરમિયાન મેળવેલ કૌશલ્યનો ભરપૂર ઉપયોગ કરી બહેનોએ આકર્ષક મેકઅપ, હેર
સ્ટાઈલ સાથે મોડેલ તૈયાર કરી મંચ પર કેટવોક સાથે સૌને પ્રભાવિત કર્યા હતા. જેમાં પ્રથમ રાઉન્ડમાં “સ્ટેટ વાઇસ બ્રાઈડલ”ને
પ્રસ્તુત કરવામાં આવેલ. સેકન્ડ રાઉન્ડમાં “હોરર થીમ”ને કેન્દ્ર સ્થાને રાખી હોરર મેકઅપ અને હેર સ્ટાઈલ તેમજ ત્રીજા
રાઉન્ડમાં “ઈન્ડો વેસ્ટરન” સ્ટાઇલ બખૂબી રજૂ કરવામાં આવેલ.
