Gujarat

તાંત્રિક વિધિ કરવા આદિવાસી છોકરીનું સનસનાટી પૂર્વક અપહરણ કવાંટના એક ગામની સગીરાને ઘરે એકલી હતી ત્યારે કર્યું હતું અપહરણ

તાંત્રિક વિધિ કરી 30 થી 40 કરોડ ₹ મળી જશે ની અપેક્ષાએ રચાયો આખો ખેલ?
કવાંટના એક ગામની સગીરાને ઘરે એકલી હતી ત્યારે કર્યું હતું અપહરણ
અપહૃત કન્યાને પ્રથમ નસવાડીના કડુલી મહુડી પછી ત્યાંથી તણખલા લઈ ગયા, બે ઇકો કાર આવી તેમાં તેણીને બેસાડી ગયા
અપહરણ કરી લઇ જવાઇ તેના બીજા દિવસે મેલી વિદ્યાનો આખી રાત ખેલ રચાયા હોવાનો સનસનીખેજ ખુલાસો
સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી કુંડાળામાં ઉભી રાખી, મંત્ર કરી ગળામાં દોરી પહેરાવાઇ પગમાં બે નારિયેળ બાંધ્યા – કંકુ, ચોખા નાંખ્યા ચાર દિવા સળગાવાયાં અને કન્યાના મુખેથી મંત્ર બોલાવાયા અને આખી રાત એકધારી ઉભી રાખી હતી!
તાંત્રિક વિધિનો બીજો ખેલ 15 દિવસ પછી પાછો રચવા કન્યાને આ ઘટમાળની કોઈને વાત ન કરવા અપાઇ હતી ચીમકી
કવાંટ તાલુકાના એક ગામની 15 વર્ષની માસુમ આદિવાસી સગીરાનું અપહરણ કરી તેની પર તાંત્રિક વિદ્યાના પ્રયોગો કરવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે.આ ઘટના એપ્રિલ 2023ના અંતમાં બની હતી.જેની પોલીસ ફરિયાદ આજે નોંધાઇ છે.પોલીસે પોકસો,અપહરણ સહિત સંગીન ગુનાની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. સગીરાનું અપહરણ કરી સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી તેના પર મેલી વિદ્યા કરવા મંત્રોચ્ચાર કરાયા હતા.સગીરા પાસે પણ મંત્રો બોલાવાયા હતા.આ સમગ્ર વિધિ શા માટે કરવામાં આવી હતી? કોણ કોણ તેમાં સામેલ છે? સહિતની બાબતોની પોલીસ તપાસ ચાલી રહી છે.
પોલીસે ફરિયાદ નોંધી ગુના અંગે તપાસ હાથ ધરી છે.
બોક્સ 1
*કન્યા જે ગામની છે ત્યાંના સરપંચ શુ કહે છે?*
*અપહરણકારોએ પરત મુકી જતી વખતે છોકરીને કોઈને કાનોકાન આ વાતની ખબર ન પડવી જોઈએ તે માટે ધમકી આપી હતી*
*જો કોઈને કહ્યું તો, તંત્ર વિદ્યા તારી પર આવી પડશે અને તારું મોત થશે!*
*છોકરીને મુકવા આવનારાઓએ ધમકાવતા કહેલું માતા પિતા પૂછે તો કહેજો, મને આ વિશે પૂછશો તો આત્મહત્યા કરી લઈશ*
અપહૃત કન્યાના માતા પિતા એક મરણ પ્રસંગમાં ગયા હતા.જેથી કન્યા એકલી જ ઘરમાં હતી તે અંગેની કન્યાને ઉઠાવી જનાર લોકોએ પાકી ખાતરી કરી લીધી હતી.પૈસાનો ઢગલો કરવા અને બલી ચઢાવવાના ઇરાદાથી છોકરીનું અપહરણ કર્યું હતું.ગામના જ એક યુવક અને યુવતીએ દુકાને ચાલ એમ કહી છેતરપીંડી કરી અપહરણ કરી લઇ ગયા હતા.ત્યાં જતા છોકરીને ગાડી પર બેસાડી લઇ જવાની તજવીજ કરાતા છોકરીએ પૂછ્યું પણ હતું કે મને દુકાને જવાનું કહ્યું હવે ગાડી પર કેમ લઇ જાવ છો? તેમ કહેતા તેઓએ કહેલું કે, હવે આપણે લગ્નમાં જવાનું છે.ત્યાંથી ગાડી પર લઇ જઇ નસવાડીના તણખલા લઇ ગયા હતા જ્યાંથી છોકરીને ઇકો ગાડીમાં બેસાડવામાં આવી હતી.ઇકોમાં બેસાડી દૂર જંગલમાં લઇ ગયા હતા.ક્યાં લઇ ગયા તેની કોઈ ખબર નથી.છોકરી ખૂબ ગભરાયેલી હતી.તાંત્રિક વિધિના ખેલ તેની પર રચાયા હતા.બે દિવસ પછી કેટલાક અંતર સુધી બસમાં ત્યાર પછી અન્ય વાહન મારફતે ગામમાં છોકરીને મૂકી જવાઇ હતી.તેણી ખૂબ જ ગભરાયેલી અને બેશુધ્ધ હાલતમાં હતી.ઘરે આવ્યાના ત્રણ દિવસ પછી તેની સાથે શું થયું ? તે અંગે સૌ પ્રથમ તેની બેનને આખી ઘટના જણાવી હતી.તને ક્યાં લઇ ગયા હતા તે અંગે કોઈને પણ કોઈ જ માહિતી આપવાની નહિ.જો તું કહીશ તો આ વિધિ તારી પર આવી પડશે અને તું મરી જઈશ.માતા પિતા પૂછે તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપી મામલો સુલટાવી દેજો તેવું પણ ત્યાંથી મુકવા આવનારાઓએ ચીમકીનો સુર ઉચ્ચારતા કહ્યું હતું.
બોક્સ 2
*છોકરીના ગામના પૂર્વ સરપંચે શું કહ્યું?*
*તાંત્રિક વિધિથી માલામાલ થઇ જવાનો ખેલ:*
*અમને સામેથી જોઇ લેવાની ધમકીઓ અપાઇ અને અમારી મોટી ગેંગ છે કશું બગાડી શકો નહિ તેવો સૂર ઉચ્ચાર્યો!*
*તમારી છોકરી મરી જશે તો કેટલા ₹ લેશો? દોઢ લાખ ને? આપી દઇશું..તેમ તેમણે કહેલું*
છોકરીને બાઇક પર લઈ જઇ તણખલાથી ઇકો કારમાં બેસાડી લઇ ગયા હતા.જંગલ જેવા વિસ્તારમાં તેણીને પહેલાં દિવસે ગોંધી રાખી ત્યાર બાદ બીજા દિવસે તેણી પર મેલી વિદ્યા શરૂ કરવામાં આવી હતી.તેના મુખે 30 કરોડ, 40 કરોડ બોલાવી વિવિધ મંત્રોચ્ચાર પણ કરાવાયા હતા.આવું કરવાથી રૂપિયાનો ઢગલો થઇ જશે અને રાતોરાત માલામાલ થઇ જઇશું તેવો ઈરાદો સાથે મારી નાખી ગાયબ કરી દેવા જેવો પણ ગંભીર ઈરાદો હોય એવું અમને લાગ્યું.અમે જ્યારે શંકાસ્પદ લાગતા ગામના વ્યક્તિઓને છોકરીને લઈ જવા અંગે વાત પૂછી ત્યારે તેઓ કહ્યુ હતું કે, તમે અમારૂ શું કરી લેશો? ખોટી રીતે અમારા માથે શા માટે પાડો છો? અમારી પાસે બહુ મોટી ગેંગ છે.તમારૂં કઇ ઉપજે નહીં.અમે પહોંચી વળીશું તેવી ધમકી આપી તમારી છોકરી મરી જશે તો કેટલા પૈસા લેશો? દોઢ લાખ ₹ લેશો ને? કઇ વાંધો નય અમે આપી દઇશું તેમ કહી તેઓએ જોઇ લેવાની ધમકીઓ આપી હતી.
બોક્સ 3
પોલીસે કોની કોની વિરુદ્ધ કયો ગુનો નોંધ્યો ?
ભોગ બનનાર સગીરાના જ ગામની એક યુવતી, એક યુવક,
બે બાઇક લઇને આવેલ ત્રણ અજાણ્યા ઈસમો, બે ઇક્કો ગાડીવાળા અજાણ્યા માણસો, બે મહારાજ જેમના નામ સરનામા ખબર નથી વિ. વિરુદ્ધ ઇ.પી.કો.363, 365, 342, 354 (B), 328, 508, 506(2), 120(B) તથા પોકસો એકટ કલમ 12, 17 મુજબ ગુનો નોંધી કવાંટ પોલીસે તપાસ હાથ ધરી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230523-WA0024-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *