Gujarat

ઊનાના કેસરીયા ગામે જીયો ટાવરના જનરેટરની ચોરી કરનાર ત્રણ શખ્સોને મુદામાલ સાથે પોલીસ દબોલી લીધા… જનરેટર મશીન, બોલેરો કાર, સહીતનો સામાન કબ્જે કર્યા…

ઉનાના કેસરીયા ગામે આવેલ મોબાઇલ નેટર્વકના રીલાન્ય જીયો કંપનીના ટાવરનું ફાઉન્ડેશન ઉપર ફીટ કરેલ જનરેટર કોઇ અજાણ્યા
શખ્સો ગત.તા.૭ અને ૯ મે.૨૦૨૩દરમ્યાન ચોરી કરી ગયા હોવાની ફરીયાદ તા.૧૯મે.ના રોજ કંપનીના સુપરવાઇઝરે ફરીયાદ
પોલીસમાં નોધાવતા પોલીસે આ જનરેટરની ચોરી કરનારાઓને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. પોલીસે ઉનામાં ભાવનગર રોડ
પરથી જનરેટર, તેમજ વાહન મુદામાલ સાથે ત્રણ શખ્સોને દબાચી લીધા હતા.
પોલીસ આજે ઉના ભાવનગર રોડ પર આવેલ હરભોલે હોટલ નજીક ત્રણ શખ્સો બોલેરો કાર નં. જીજે. ૩૧ ટી ૪૧૦૦ લઇ ઉભેલ
હોવાની બાતમી આધારે પોલીસ સ્થળ પર પહોચી ગયેલ અને તપાસ કરતા બોલેરો કાર, જનરેટર તેમજ છુટો સામાન મળી આવેલ
જેથી વધુ પુછપરછ કરતા શખ્સોએ પોતાના નામ પ્રતિક જીણા ડોડીયા, જેન્તી રામ ડાભી રહે. ઝાંખરવાડા, તેમજ મહેશ ભીમા
શિયાળ રહે.કડીયાળી તા. જાફરાવાદ જી. અમરેલી આ ત્રણેય શખ્સોએજ કેસરીયા ગામે રીલાયન્સ જીયોના ટાવરના ફાઉન્ડેશન ઉપર
ફીટ કરેલ જનરેટની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ ત્રણેય શખ્સોને બોલેરો કાર જનરેટર મશીન સહીતનો સામાન
કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કેસરીયા ગામે આવેલ રીલાયન્સ જીયો નેટવર્કના ટાવરનું ફાઉન્ડેશન ઉપર જનરેટર રાખવામાં આવેલુ હતું. જનરેટર ૧૦ કેવીનું હોય
ટાવરનું અચાનક નેટવર્ક બંધ થઇ જતાં તેની જાણ ટેકનીશ્યનને થતા તેમણે કંપીના જીલ્લા સુપરવાયઝર કેસરીયા ગામે જઈ સ્થળ
તપાસ કરતા જનરેટર જોવા મળેલ નહી. અને કોઇ અજાણ્યા શખ્સો ૧૦ કે.વી.નું જનરેટરમાં ૧૨૦ લીટર ડિઝલ પણ ભરેલ હોય
કિ.રૂ. રૂ.1,01,488 હજારના મત્તાની ઉઠાવી ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા આજુબાજુમાં તપાસ કરવા છતાં મળી આવેલ ન
હતું. જેથી સુપરવાઇઝર રાકેશભાઈ ઉકાભાઇ ભેડાએ ઉના પોલીસમાં અજાણ્યા શખ્સો જનરેટરની ચોરી કરી ગયા હોવાની ફરીયાદ
નોધાવેલ હતી.

-જીયો-ટાવરના-જનરેટરની-ચોરી-કરનાર-ત્રણ-શખ્સોને-મુદામાલ-સાથે-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *